મોરબીમાં બાળ કિશોર દારૂ ભરેલ કાર લઈને નીકળ્યો !: 5.15 લાખનો મુદામાલ કબ્જે: મહિલા સહિત 3 ની શોધખોળ
મોરબી મહાપાલિકાની ચૂંટણી: 8 દિવસમાં અંદાજે 10 કિલો મીટર વિસ્તારમાં પ્રચાર કરીને મત માટે ઉમેદવારે સરેરાશ 17 હજારથી વધુ મતદારોનો કરવાનો જનસંપર્ક !
SHARE
મોરબી મહાપાલિકાની ચૂંટણી: 8 દિવસમાં અંદાજે 10 કિલો મીટર વિસ્તારમાં પ્રચાર કરીને મત માટે ઉમેદવારે સરેરાશ 17 હજારથી વધુ મતદારોનો કરવાનો જનસંપર્ક !
મોરબી મહાપાલિકાની ચૂંટણી તા 26 ના રોજ યોજવાની છે જેથી કરીને ચૂંટણી લડવા માટે ભાજપ, કોંગ્રેસ, આપ સહિતના પક્ષના ઉમેદવારો અને ભાજપથી નારાજ પાલિકાના પૂર્વ પ્રમુખો સહિતનાઓ આગેવાનો દ્વારા અપક્ષમાંથી ફોર્મ ભરવામાં આવ્યા હતા જો કે, ફોર્મની ચકાસણીમાં 23 ફોર્મ રદ થયેલ છે તેમ છતાં પણ હજુ 52 બેઠક સામે 181 ઉમેદવારો મેદાનમાં છે અને કાલે ફોર્મ પાછું ખેચવા માટેનો છેલ્લો દિવસ છે ત્યાર બાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે જો કે, જે ઉમેદવાર ચૂંટણીનાં મેદના રહેશે તેને માત્ર આઠ દિવસમાં 10 કિલો મીટરથી વધુનો ચૂંટણી પ્રવાસ કરીને સરેરાશ 17 હજાર જેટલા મતદારોનો સંપર્ક કરવાનો છે જે ખરેખર અશકયા છે તેમ છતાં તેને શક્ય કરી શકશે તે ઉમેદવારો ચુંટણીમાં મેદાન મારી જશે તેવું કહી તો અતિશયોક્તિ નથી.
મોરબી મહાપાલિકા અસ્તિત્વમાં આવી ત્યાં બાદ પ્રથમ વખત ચૂંટણી યોજવાની છે ત્યારે આ ચૂંટણી અનેક આગેવાનોના રાજકારણ પૂરા કરી નાખશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ત્યારે ચૂંટણીનાં પ્રચાર માટે દરેક ઉમેદવારને માત્ર 8 દિવસનો જ સમય મળવાનો છે જેમાં મોરબી મહાપાલિકા વિસ્તારના કુલ મળીને 2.08 લાખ મતદારો સુધી ઉમેદવારોને તેના વોર્ડમાં પહોચવાનું છે મોરબીના વોર્ડનું જે સીમાંકન કરવામાં આવ્યું છે તેમાં એક વોર્ડની અંદર સરેરાશ 20 હજાર જેટલા મતદારો આવે તેવી રીતે વોર્ડ રચના કરવામાં આવી છે જો કે, ચૂંટણી પંચના નિયમ મુજબ દરેક વોર્ડમાં મતદારોની સંખ્યામાં 10 ટકા અપ કે 10 ટકા ડાઉન હોય તો ચાલે છે અને જો તેનાથી વધુ કે ઓછા મતદારો હોય તો તેના માટે સ્થાનિક અધિકારીને ચૂંટણી પંચમાં તેના માટેના કારણો રજૂ કરવાના હોય છે.
આવતી કાલે ફોર્મ પાછું ખેચવાનો છેલ્લો દિવસ છે ત્યાર બાદ એટ્લે કે તા 16 થી 24 ની સાંજે 6 વાગ્યા સુધી ઉમેદવારો ચૂંટણી પ્રચાર કરી શકે છે એટ્લે કે માત્ર આઠ દિવસમાં ઉમેદવારે 10 કિલો મીટરના તેઓના વોર્ડ વિસ્તારમાં ચૂંટણી પ્રવાસ કરીને સરેરાશ 17 હજાર જેટલા મતદારોનો સંપર્ક કરવાનો રહેશે. અને આ ટૂંકા સમયમાં જે ઉમેદવારો મતદારો સુધી પહોચી શકશે તે ઉમેદવારો ચુંટણીમાં મેદાન મારી જશે તેવું કહી તો અતિશયોક્તિ નથી. આ ચુંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આપમ બસપા સહિતના પક્ષના ઉમેદવારો અને ભાજપે ટિકિટ ન આપતા નારાજ થયેલા પાલિકાના પૂર્વ પ્રમુખ અનોપસિંહ જાડેજા, લાલતિભાઈ કામરિયા, પૂર્વ પ્રમુખ દેવભાઈ આવડીયાના દીકરા અમિતભાઈ અવાડિયા, પૂર્વ ચેરમેન આશીફ્ભઈ ઘાંચી અને હર્ષદભાઈ કંઝારીયા, પૂર્વ ચેરમેનના પત્ની સંગીતાબા ગિરિરાજસિંહ ઝાલા, મોરબી શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ અલ્પાબેન અજયભાઇ કક્કડ, માજી સભ્ય ક્રિષ્નાબેન નવનીતભાઇ દશાડિયા, માજી સભ્ય નરેન્દ્રભાઇ લાલજીભાઇ પરમાર, માજી સભ્ય કાનજીભાઇ લખમણભાઇ નકુમ વિગેરે ચૂંટણી લડી લેવાના મૂડમાં છે.
મોરબી મહાપાલિકાની ચૂંટણી માટે વોર્ડ વાઇઝ ઉમેદવાર
વોર્ડ 1
ભાજપ: જયંતિભાઈ દામજીભાઇ પડસુંબિયા, રમાબેન પરેશકુમાર રૂપાલા, વીણાબેન માવજીભાઇ કંઝારીયા, જયદીપ પ્રશાંતભાઇ મહેતા
કોંગ્રેસ: લક્ષ્મીબેન નવઘણભાઈ વેરાણા, દિનેશભાઇ કલાભઈ સેરસિયા, વસંતભાઇ લાલજીભાઇ કંઝારીયા, જયોતીબેન સંદીપકુમાર જીવરાજાની
આપ: નીતાબેન પ્રભાતભાઈ ચાવડા, દીપકભાઈ દેવાભાઈ ડાભી, ઝંખના દિવ્યેશભાઈ અગ્રાવત, ભવાનભાઈ પ્રેમજીભાઈ કંઝારિયા
અપક્ષ: અમિત દેવાભાઇ અવાડિયા, જીજ્ઞાસાબેન અમિતભાઇ ગામી, નિર્મલાબેન મોરારજીભાઇ કંઝારીયા, રાજેશભાઇ ચિમનલાલ રામાવત
વોર્ડ 2
ભાજપ: સીતાબેન પરબતભાઇ હુંબલ, જયેશભાઇ મહેશભાઇ અગેચણીયા, મનસુખભાઇ મુળજીભાઇ સારેસા, આરતીબેન અમિતભાઇ જંજવાડીયા
કોંગ્રેસ: કોમલબેન સુનીલભાઇ કગથરા, જેતુનબેન જુમાભાઇ સુમરા, હિતેન્દ્ર ભગવાનજી ચૌહાણ, હુશેનભાઇ ભચુભાઇ ભટી
આપ: કાજલબેન જયેશકુમાર ધંધુકિયા, તેજલ કિરણભાઈ કાનગડ, જયેશ ખીમજીભાઈ સારેસા, ઈકબાલભાઈ હુસેનભાઇ કટિયા
બસપા: જયભાઇ ભુપેન્દ્રભાઇ સગઠીયા, આરતીબેન અમિતભાઇ જંજવાડીયા
અપક્ષ: કેશવલાલ છગનલાલ શુકલ, રવિકુમાર કૈલાશભાઇ, હુસેનબાનુ જામ
વોર્ડ ૩
ભાજપ: રમાબેન કેતનભાઇ બોપલિયા, જિગ્નેશ હંસરાજભાઇ કૈલા, અર્પિતાબા પુષ્પરાજસિંહ જાડેજા, ભુપેન્દ્રભાઇ લાખાભાઇ જારીયા
કોંગ્રેસ: પ્રવીણકુમાર મનસુખભાઈ વઘાસિયા, હિતેશભાઈ લાલજીભાઈ મહેતા, અલ્પાબા વનરાજસિંહ જાડેજા, વનિતાબેન મુકેશભાઇ ગામી
આપ: સચિન કિશોરભાઈ મકવાણા, અંજલીબેન મહેશભાઈ પરમાર, અરુણાબેન બીપીનભાઈ વડસોલા, ચુનીલાલ માવજીભાઈ બાવરવા
વોર્ડ 4
ભાજપ: પુનમબેન જીતેનભાઇ અગેચણીયા, અશ્વિનિબેન અશ્વિનભાઇ પાટડિયા, વિવેક રમેશભાઇ ગોલતર, ગૌતમ ભાવેષભાઇ પરમાર
કોંગ્રેસ: લખમણ ભૂરાભાઇ વરાણિયા, લીલાબેન શામજીભાઇ મજેઠિયા, ધનીબેન રામજીભાઇ પરમાર, ભાવનીક હસમુખભાઇ મુછડિયા
આપ: સંજયભાઈ નથુભાઈ સાલાણી, લલિતભાઇ વિરજીભાઇ ખરા, સવિતાબેન દિપકભાઇ ગણેશીયા, હંસાબેન બાબુભાઇ બાસપીયા
બસપા: નરેન્દ્રભાઇ રૂપાભાઇ પરમાર, અનિલભાઇ મોહનભાઇ ચાવડા
વોર્ડ 5
ભાજપ: માનુબેન રમેશભાઇ સિયાર, ભગિરથ મનસુખભાઇ બરાસરા, મેઘરાજસિંહ મહીપતસિંહ ઝાલા, મંજુલાબેન ગુણવંતભાઇ ચૌહાણ
કોંગ્રેસ: પુષ્પરાજસિંહ બળવંતસિંહ જાડેજા, મંજુલાબેન ગલાભાઇ પરમાર, વિજયાબેન અમરશીભાઇ મકવાણા, અમિત મનુભાઇ ભોજવીયા
આપ: રાજકુમાર મહિપતસિંહ જાડેજા, શોભનાબેન મુકેશભાઇ દેગામા, કૈલાશબેન સંજયભાઇ મુછડિયા, ગોપાલ રમેશભાઇ પરસાડીયા
બસપા: દિપક ચંદુભાઇ ટુંડિયા, કાંતિલાલ વીરજીભાઇ ખડોલા
અપક્ષ: હરીશભાઇ મોતીભાઇ રાતડીયા, સંગીતાબા ગિરીરાજસિંહ ઝાલા
વોર્ડ 6
ભાજપ: કેયુરકુમાર નરેન્દ્રભાઇ પંડયા, પુષ્પા જીગર વાળા, ક્રિષ્નાબેન ઓમપ્રકાશ પરમાર, ચિરાગ હસમુખભાઇ રાણપરા
કોંગ્રેસ: દમયંતીબેન જયેન્દ્રભાઈ નિરંજની, શિરાજુદીનભાઈ મજીદભાઈ દરજાદા, શબ્બીર અસગરઅલી ગુલાબી
આપ: ગફારભાઇ જુસબભાઇ ખોલેરા, રોનિત શૈલેષકુમાર લવા, રૂપલબેન રાકેશભાઇ મહેતા, કાજલબેન વિજયભાઇ રામાવત
અપક્ષ: અનોપસિંહ સજુભા જાડેજા, સિતાબા અનોપસિંહ જાડેજા
વોર્ડ 7
ભાજપ: મમતાબેન ધીરેન્દ્રભાઇ ઠાકર, જલ્પાબેન ડાયાલાલ સોનગ્રા, ભાવીનભાઇ ગિરીશભાઇ ઘેલાણી, જયેશભાઇ વસંતભાઇ દેસાઇ
કોંગ્રેસ: હિરલબેન તેજશભાઇ ટાંક, મુસા ઓસમાણભાઇ વડાવરીયા, વિનોદભાઇ મણીલાલ ભટ્ટ,
આપ: ગોવિંદ રાજેશભાઇ પરમાર, પ્રીતીબેન મહેન્દ્રકુમાર ચંદારાણા, ગોપાલભાઇ દિનકરરાય પંડ્યા, શોભનાબેન કિશોરભાઇ પરમાર
અપક્ષ: અલ્પાબેન અજયભાઇ કક્કડ, વિવેક જયંતિલાલ મીરાણી, સીમાબેન અશોકભાઇ સોલંકી આશિફ રહીમભાઇ ઘાંચી
વોર્ડ 8
ભાજપ: કુંદનબેન શૈલેષ માકાસણા, મહેન્દ્રભાઇ રમણિકલાલ સવસાણી, ઉતમ મહેશભાઇ સુરાણી, જ્યોત્સનાબેન સવજીભાઇ ભીમાણી
કોંગ્રેસ: બળવંત ચતુરભાઇ ઘુમલીયા, મિનાક્ષીબેન મનહરકુમાર પટેલ, ચૈતાલી દિનેશભાઇ સાણંદિયા, હાજી અકબરભાઇ કોરડીયા
આપ: અસ્લમ ઇકબાલભાઇ ઓડિયા, અન્નપુર્ણાબેન હર્ષદભાઇ ઘુમલિયા, અરૂણકુમાર દિનેશભાઇ રૂપાલા, મનીષાબેન કૌશીકભાઇ અમૃતિયા
અપક્ષ: ક્રિષ્નાબેન નવનીતભાઇ દશાડિયા, પ્રકાશભાઇ નાગજીભાઇ દેત્રોજા, લલીતભાઇ જેરાજભાઇ કામરીયા
વોર્ડ 9
ભાજપ: હીરેનભાઇ પરબતભાઈ કરોતરા, નવનીતભાઈ ભુદરજીભાઈ કુંડારીયા, ભગવતીબેન મહેશભાઈ કુંડારીયા, નુતનબેન હરસુખભાઈ વિડજા
કોંગ્રેસ: શીતલબેન નયનભાઇ પનારા, જયેશ શાંતિલાલ કાલરિયા, જોસનાબેન જીતેન્દ્રભાઈ ઝાલરીયા, મહિપત મોહનભાઈ પરમાર
આપ: કૌશલ રમેશભાઇ વડગામા, ભારતીબેન હીતેષભાઇ પરમાર, મેહુલ મૂળજીભાઇ ગડારા, ક્રિષ્ના કાંતિલાલ બાવરવા, ક્રિષ્ના કાંતિલાલ બાવરવા
અપક્ષ: નરેન્દ્રભાઇ લાલજીભાઇ પરમાર
વોર્ડ નંબર 10
ભાજપ: સોનલબેન પ્રફુલભાઇ બાવરવા, અલ્પાબેન રોહિતભાઇ કંજારીયા, ભાવેશભાઇ અરજણભાઇ કંઝારીયા અને ગણેશભાઇ નાનજીભાઇ ડાભી
કોંગ્રેસ: ભાવીન વલમજીભાઇ ફેફર, ઉર્મિલા વિપુલ પરમાર, મંજુલાબેન અમરશીભાઇ કંઝારીયા, દીપક અરજણભાઇ પરમાર
આપ: વીરજીભાઈ નરશીભાઈ ચાવડા, લાલજીભાઈ આયદાનભાઈ ઝીલરીયા, ઉર્મિલા હરિલાલ નકુમ, સરસ્વતીબેન મહાદેવભાઇ સરડવા
અપક્ષ: કાનજીભાઇ લખમણભાઇ નકુમ, હર્ષદભાઇ મોતીભાઇ કંઝારીયા
વોર્ડ નંબર 11
ભાજપ: ગોપાલભાઇ વસ્તાભાઈ કાસુન્દ્રા, રવિન્દ્રભાઈ ઘનજીભાઇ સનાવડા, નિરૂપમા નિલેશભાઇ કાલરીયા અને ભારતીબેન ચુનીલાલ પરમાર
કોંગ્રેસ: વંદના કરણ કાસુન્દ્રા, કસ્તુરબેન હિતેષભાઇ ડાભી, વિવેક હર્ષદભાઇ ઠોરીયા અને અમરશીભાઈ પરસોતમભાઈ બારૈયા
આપ: કરિશ્માબેન ગીરઘરભાઈ પરમાર, અરૂણભાઇ નરશીભાઇ વિડજા, જગદીશભાઇ ભગવાનભાઈ અઘારા અને ચંદ્રિકાબેન ભાવિકકુમાર ભટાસણા
અપક્ષ: અરજણભાઇ પાલાભાઇ રાઠોડ
વોર્ડ નંબર 12
ભાજપ: રીષિપકુમાર નારણભાઇ કૈલા, બ્રિજેશ આપાભાઇ કુંભરવાડીયા, મેઘાબેન દિપકકુમાર પોપટ અને શીતલ સાગરભાઇ વઘાડીયા
કોંગેસ: જગદીશ રમેશભાઇ સોનગ્રા, કોમલબેન પ્રદીપકુમાર ભોજાણી, વિનોદકુમાર નાનજીભાઇ વીડજા
આપ: પરિમલ અરવિંદભાઇ કૈલા, રિયાઝ રજાકભાઇ ચાનિયા, જીશ્મા જયેશભાઇ ઠાકર, ભાવીનીબેન દિલીપભાઇ ડાભી અને કિરણબેન શાંતિલાલ પરમાર
વોર્ડ નંબર 13
ભાજપ: ભાવિકકુમાર ભરતભાઈ જારીયા, રાજેશભાઈ કાનજીભાઇ ડાભી, ગીતાબેન મનોજભાઇ સોલંકી, જશવંતીબેન પ્રવિણભાઇ સોનગ્રા
કોંગ્રેસ: કંચનબેન રતિલાલ જાદવ, વિનોદભાઇ રણછોડભાઇ નકુમ, ઈમરાનભાઈ ઉસ્માનભાઈ સોલંકી અને ટવિંકલ ચંદુભાઈ મકવાણા
આપ: ચંદ્રીકાબેન જગદીશભાઇ ગજીયા, કલ્પેશ જગદીશભાઇ સોનગ્રા, આરિફ અબ્દુલભાઇ સલોત અને ગીતાબેન રાકેશભાઈ સાવરિયા
અપક્ષ: દીપેશ તુલસીભાઇ સોનગ્રા









