મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો પકડાયા
SHARE
મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો પકડાયા
મોરબીના કાયજી પ્લોટ મેઇન રોડ ઉપર જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 3150 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે.
મોરબીના કાયજી પ્લોટ મેઇન રોડ ઉપર જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા સુમિતભાઈ ભીખાભાઈ મેવાડા (23) રહે. રાવળ શેરી નવાડેલા રોડ મોરબી, અર્જુનભાઈ રમેશભાઈ ગોહિલ (25) રહે. ગાયત્રીનગર વાવડી રોડ મોરબી, જયદેવભાઈ સહદેવભાઈ સોલંકી (22) રહે. પ્રધાનમંત્રી આવાસ યોજના દલવાડી સર્કલ પાસે મોરબી, તોફિકભાઈ યુસુફભાઈ કાસમાણી (26). રહે, કાલિકા પ્લોટ મોરબી તથા દશરથભાઈ ચંદુભાઈ કુડેચા (23) રહે. શ્યામ પાર્ક પંચાસર રોડ મોરબી વાળા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 3150 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.









