મોરબીમાં સાયબર ફ્રોડના ગુનામાં પકડાયેલ બે શખ્સ જેલ હવાલે: આરોપી નિલેશભાઈ કાસુન્દ્રાને પકડવા માટે તજવીજ શરૂ મોરબીના શનાળા ગામે શક્તિ માતાજીનાં મંદિરે ઝાલા પરિવાર દ્વારા હવન-સ્નેહમિલનનો કાર્યક્રમ સાંસદની હાજરીમાં યોજાયો મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આર્થિક મુશ્કેલીઓ વચ્ચે જીવતા પરિવારોને મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ બતાવી ખુશીઓ વહેંચી હળવદના કડીયાણા ગામે ૧૦૭.૩૯ લાખના ખર્ચે તળાવનું રિનોવેશન પૂર્ણ મોરબી મહાપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળાનું કાલે પ્રભારી મંત્રીના હસ્તે કરશે ઉદ્ઘાટન મોરબીમાં દારૂની 2 રેડમાં 188 બોટલ દારૂ સાથે 2 આરોપીની કરાઇ ધરપકડ મોરબી એસ.ટી. ડેપોનું તંત્ર ખાડે અંધેરી નગરીને ગંડુ રાજા જેવો તાલ : પી.પી.જોષી મોરબીની રફાળેશ્વર GIDCના બંધ કારખાનામાંથી પેટકોકના જથ્થા સાથે 2 શખ્સ પકડયા, 21.21 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીમાં જુગારની જુદીજુદી બે રેડમાં 4 શખ્સ પકડાયા, એકની શોધખોળ


SHARE







મોરબીમાં જુગારની જુદીજુદી બે રેડમાં 4 શખ્સ પકડાયા, એકની શોધખોળ

મોરબીના જુદા જુદા બે વિસ્તારમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે પોલીસે સ્થળ ઉપરથી કુલ મળીને ચાર આરોપીઓને પકડી લીધા હતા અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના જુદાજુદા ગુના નોંધીને પોલીસ દ્વારા રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરવામાં આવી છે

મોરબીમાં સામાકાંઠે આવેલ મહારાણા પ્રતાપ સર્કલ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી સાહિલભાઈ હુસેનભાઇ પીપરવાડીયા (23) રહે. ભાટિયા સોસાયટી વાંકાનેર, યુનુસભાઇ ગનીભાઈ કાસમાણી (50) રહે બિલાલી મસ્જિદ પાસે વીસીપરા મોરબી અને ઇમ્તિયાઝભાઈ દિલાવરભાઇ શાહમદાર (32) રહે. ભાટિયા સોસાયટી વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 4600 રૂપિયાની રોકડ કબજે કરવામાં આવી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કે.જી.એન. પાર્ક પાસે જાહેરમાં મોબાઈલ ફોનથી વરલીના આંકડા લઈ જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી યુસુફભાઇ ઉર્ફે જુસબભાઇ રહીમભાઈ સમાણી 47 રહે. વાવડી રોડ ગોકુલ ફાર્મ સામે મોરબી વાળો વરલી જુગારના આંકડા વાળા મોબાઈલ સાથે મળી આવેલ હોય પોલીસે 5000 ની કિંમતનો મોબાઈલ તથા 780 ની રોકડ આમ કુલ મળીને 5780 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેની પાસેથી હારુનભાઈ ગુલામરસુલ મીયાણા રહે. વીસીપરા મદીના સોસાયટી મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય બંને સામે ગુનો નોંધી પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News