મોરબીના આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત, બંને વાહનમાં નુકસાની મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે સહોદયા સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ યોજાયો મોરબીમાં સ્વ. શાંતાબેન બરાસરાની ઉત્તરક્રિયા નિમિત્તે યોજાયો રક્તદાન કેમ્પમાં 152 લોકોએ કર્યું રક્તદાન મોરબીના નારણકા ગામે બહુચરાજી માતાજી મંદિરે શીલાસ્થાપનનો કાર્યક્રમ યોજાશે મોરબી જિલ્લા-ગુજરાતનો વિકાસ રોકવાનું કામ કરનારાઓને હવે ઘર ભેગા કરવાના છે: હર્ષ સંઘવી કોંગ્રેસનાં શાસનમાં આમરણથી મોરબી બે કલાકે આવતા લોકો આજે માત્ર અડધા કલાકમાં આવે છે, આ વિકાસ કોંગ્રેસને દેખાતો નથી: હર્ષ સંઘવી શંકાસ્પદ રીતે ખાતરની હેરાફેરી: મોરબીમાં યુરિયા 100 થેલી ભરેલ બોલેરો ગાડી સાથે એક પકડાયો મોરબીના પીપળીયા ગામે યુવાન સાથે બે શખ્સોએ ઝઘડો કરીને કર્યો છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના યુવાન સહિત 34 લોકો સાથે વિઝા-એર ટિકિટના નામે 14.89 લાખની છેતરપિંડી


SHARE













મોરબીના યુવાન સહિત 34 લોકો સાથે વિઝા-એર ટિકિટના નામે 14.89 લાખની છેતરપિંડી

મોરબીથી 34 લોકોને ઉમરાહ પર જવું હતું જેથી કરીને અમદાવાદના એક શખ્સને વિઝા કઢાવવાનું કામ 4.65 લાખ રૂપિયામાં અપાયું હતું જો કે, સમયસર વિઝા કઢાવી આપવામાં આવેલ ન હતા જેથી કરીને યુવાન સહિત કુલ 34 લોકોને એર ટિકિટમાં નુકશાની ગયેલ છે જેથી કરીને યુવાને કુલ 14.89 લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચકોગતિમાન કરેલ છે.

મોરબીના વાવડી રોડ પર આવેલ લોમજીવન પાર્કમાં રહેતા સર્ફરાજ આલારાખાભાઈ દલવાણીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહમદજુનેદ મહમદયુસુફ શેખ રહે. જુહાપુરા અમદાવાદ વાળા સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ કરી છે જેમાં જણાવ્યુ છે કે, વર્ષ 2022 માં આરોપીએ અમદાવાદ એરપોર્ટ ઉપર ફરીયાદીને વિશ્વાસમાં લઇ વિઝા લેવા માટેનું કહ્યું હતું અને વર્ષ 2025 માં ફરીયાદી પાસેથી કુલ 34 લોકોના વિઝા કરવા માટે 4.65 લાખ રૂપિયા લીધા હતા જો કે, રોકડા રૂપિયા લઈ લીધેલ હોવા છતાં પણ સમયસર વિઝા ન કરાવી આપીને ફરીયાદીને એર ટીકીટના 10,24,800 ની નુકશાની કરાવી છે અને ફરીયાદીને ખોટા બનાવટી વિઝાની પી.ડી.એફ. વ્હોટ્સએપમાં મોકલાવીને ફરીયાદી તથા અન્ય લોકોને ઉમરાહ કરીને અમદાવાદ એરપોર્ટ ઉપર આવ્યા ત્યારે ફોન ઉપર દોઢ લાખ રૂપીયા આપી દેજો નહીતર એરપોર્ટની બહાર નહી નીકળી શકો તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વ્યક્તિની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે.






Latest News