હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ મોરબી ઉમિયા નિવૃત શિક્ષક મંડળનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના નગરનાકા પાસેથી પસાર થતી બોલેરો ગાડીની શીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી 1248 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા, 1 ની શોધખોળ ગંભીર આક્ષેપ: મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ગુપ્ત મતદાનનો કરાઇ છે ભંગ, મતદારોની ગુપ્તતા જાળવવા કલેક્ટર-એસપીને રજૂઆત
Breaking news
Morbi Today

હળવદ તાલુકા વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે


SHARE





હળવદ તાલુકા વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે

હળવદ તાલુકામાં ઇંગ્લીશ દારૂ વેચાણના ગુનામાં સંડોવાયેલ શખ્સની પાસા દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી જેથી હળવદ પોલીસે પાસા હેઠળ આરોપીને પકડીને જેલ હવાલે કરેલ છે.

હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇંગ્લીશ દારૂ વેચાણના ગુનામાં સંડોવાયેલ શખ્સની પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂર કરવામાં આવેલ છે જેથી કરીને પોલીસે પાસા હેઠળ આરોપી આમિન અનવરભાઈ કાજેડીયા રહે. રાજલનગર ચરાડવા વાળાની ધરપકડ કરીને તેને જેલ હવાલે કરવામાં આવેલ છે.

યુવતી સારવારમાં

ટંકારામાં આવેલ મામલતદાર કચેરી પાસે રહેતા પરિવારના ગંગાબેન માંગરોળીયા નામની ૧૭ વર્ષીય યુવતી કોઈ કારણોસર ફીનાઇલ પી ગઈ હતી.જેથી તેને અત્રેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી.બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા નોંધ કરી કારણ સંદર્ભે પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને બનાવ અંગે ટંકારા પોલીસને જાણ કરાઈ હતી.તેમ પોલીસસુત્રોએ જણાવેલ છે.

સુરજબારી પાસે અકસ્માત

મોરબી-કચ્છ હાઇવે ઉપર સુરજબારીના પુલ નજીક બસ અને ટ્રક વચ્ચે અથડામણ થઇ હતી.આ અકસ્માત બનાવમાં હરવિજયસિંહ હરપાલસિંહ ગોહિલ (૩૦) રહે.રાજકોટ જય પટેલ (૩૬) રહે.રાજકોટ, ગોપાલભાઈ અમરશીભાઈ ફિરોજપરા (૭૦) રહે.રાજકોટ અને સુનિલભાઈ વસાણી (૫૦)રહે.આશાપુરા નગર કોઠારીયા રોડ રાજકોટને ઇજા થતા ચારેયને અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા મોરબી પોલીસ દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.




Latest News