વાંકાનેરના મક્તાનપર પાસે ખાણમાં ભરેલ પાણીના ખાડામાં પડવાથી યુવાનનું મોત: મોરબીના જીવાપર ગામની સીમમાં કારખાનાના ક્વાર્ટરમાં પરિણીતાએ કર્યો આપઘાત મોરબી જિલ્લામાં સર્વત્ર વરસાદ: વાંકાનેરમાં 7, મોરબીમાં 4.5, માળિયામાં 4 ઇંચ તથા ટંકારા અને હળવદમાં 2-2 ઇંચ મોરબી માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન મચ્છુ 2 ડેમ ઓવરફ્લો, 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલ્યા: 29 ગામોને એલર્ટ કરાયા હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા
Breaking news
Morbi Today

મોરબી વોર્ડ નં. 9 ના ભાજપના ચારેય ઉમેદવારો સાથે હતા, છે અને રહેશે: જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટ


SHARE







મોરબી વોર્ડ નં. 9 ના ભાજપના ચારેય ઉમેદવારો સાથે હતા, છે અને રહેશે: જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટ

મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે તેવામાં વોર્ડ નં. 9 માટે ભાજપ દ્વારા જે ઉમેદવારોની પેનલ જાહેર કરવામાં આવ્યું છે તે પૈકીના એક ઉમેદવારની સામે સામાજિક પ્રશ્નો ઊભો થયો હતો જેથી કરીને આ વોર્ડના ચૂંટણી પ્રચાર માટેના મધ્યસ્થ કાર્યાલયે પ્રથમ ચારેઉમેદવારના ફોટો અને નામ સાથેનું બોર્ડ હતું પછી જે ઉમેદવાર સામે વિવાદ ઉભો થયો હતો તેનો ફોટો હટાવવામાં આવ્યો હતો અને હવે ચારે ઉમેદવારોના ફોટા બોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યા છે આ બાબતે સ્પષ્ટતા કરતા જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે એક ઉમેદવારની સામે સામાજિક પ્રશ્ન છે તે સામાજિક રીતે ઉકેલવામાં આવશે જોકે હાલમાં વોર્ડ નં. 9 ના ચારેય ઉમેદવારો સાથે હતા, છે અને રહેશે અને પ્રચારમાં પણ સાથે જવું તેના માટેની સૂચના આપી દેવામાં આવી છે.

સમગ્ર ગુજરાતની અંદર ચૂંટણી પ્રચાર ચાલી રહ્યું છે ત્યારે ચૂંટણીની અંદર જુદી જુદી જગ્યા ઉપર ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે અને ખાસ કરીને પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોવાના કારણે લોકોમાં ક્યાંકને ક્યાંક રોષ હોય છે જેથી બોર્ડ બેનર લગાવીને નેતાઓની પ્રવેશબંધી કરવામાં આવતી હોય છે જો કે, ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલય ઉપર ત્રણ દિવસમાં ત્રણ વખત ઉમેદવારોના બોર્ડ બદલે આવી ઘટના કદાચ સમગ્ર ગુજરાતની અંદર પ્રથમ મોરબીમાં બની હોય એવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે.

મોરબી મહાપાલિકાની 52 બેઠકો પૈકી વોર્ડ નં. 9 ની 4 બેઠકો માટે ભાજપ દ્વારા જે ચાર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે તે પૈકીના હિરેન કરોતરા નામના ઉમેદવારના સામે સામાજિક પ્રશ્ન ઊભા થયા હતા જેથી ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ઉપર પહેલા ચાર ઉમેદવારના ફોટા અને નામ સાથેનું બોર્ડ હતું ત્યાર બાદ તાત્કાલિકના ધોરણે બોર્ડની બદલીને માત્ર ત્રણ ઉમેદવારોના નામ અને ફોટા સાથેનું બોર્ડ મૂકવામાં આવેલ હતું. અને તેને લઈને પણ પ્રશ્નો ઊભા થયા હતા કે અત્યારથી જ ભાજપની પેનલ તૂટવા લાગી છે જેથી ગણતરીની કલાકોમાં ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયે ત્રીજી વખત બોર્ડ બદલાવ્યું હતું અને ચારેય ઉમેદવારોના ફોટો અને નામ બોર્ડમાંથી હટાવી દેવામાં આવેલ છે. હાલમાં ભાજપના ઉમેદવારનું નામ કે ફોટો નહીં પરંતુ કમળનું બટન દબાવીને ચુંટી કાઢવા માટેની અપીલ કરતું બોર્ડ મૂકવામાં આવ્યું હતું.

આ બાબતે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયાને પૂછતા તેઓએ કહ્યું હતું કે, વોર્ડ નં. 9 માં ભાજપના ચારેય ઉમેદવારો સામે કોઈ પ્રશ્ન છે જ નહીં, એક ઉમેદવાર સામે સામાજિક પ્રશ્નો ઊભો કર્યો છે જો કે, છેલ્લા ચાર વર્ષથી પ્રશ્ન છે તેને ચૂંટણી સમયે ભાજપને બદનામ કરવા માટે ઉછાળવામાં આવી રહ્યો છે આ વોર્ડમાં ભાજપના ચારેય ઉમેદવારો સાથે હતા, છે અને રહેશે. આટલું જ નહીં ચૂંટણી પ્રચાર કરવા માટે પણ સાથે જ જશે તેના માટે કમલમમાંથી ઉમેદવારોને સૂચના આપી દેવામાં આવી છે. જોકે, ખરેખર ચારેય ઉમેદવારો સાથે પ્રચારમાં જશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે. 






Latest News