મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી
Breaking news
Morbi Today

મોરબીમાં કોટેચા પરિવાર અને લાયન્સ ક્લબ દ્વારા છેલ્લા ૪ વર્ષથી અન્નદાનનો સેવા યજ્ઞ


SHARE









મોરબીમાં કોટેચા પરિવાર અને લાયન્સ ક્લબ દ્વારા છેલ્લા ૪ વર્ષથી અન્નદાનનો સેવા યજ્ઞ

"સૌથી શ્રેષ્ઠ દાન એટલે અન્નદાન" આ સૂત્રને માત્ર દિવાલો પર લખવાને બદલે મોરબીના લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના હોદ્દેદારોએ તેને પોતાના જીવનનું લક્ષ્ય બનાવ્યું છે. હંગર પ્રોજેક્ટ હેઠળ ચેરમેન સચિનભાઈ કોટેચા, સભ્ય આશ્લેષાબેન કોટેચા અને તેમની ટીમ દ્વારા છેલ્લા ચાર વર્ષથી અવિરતપણે સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે. દર ગુરુવારે પીરસાય છે

પ્રેમનું ભોજન મોરબી  શહેરના જુદા-જુદા શ્રમજીવી વિસ્તારોમાં દર ગુરુવારે આ ટીમ દ્વારા જરૂરિયાતમંદોને ભોજન પહોંચાડવામાં આવે છે. સચિનભાઈના જણાવ્યા અનુસાર, દર અઠવાડિયે આશરે ૧૦૦થી વધુ લોકોને શુદ્ધ અને પૌષ્ટિક આહાર પીરસવામાં આવે છે. આ ભોજન માત્ર પેટ ભરવા પૂરતું નથી, પરંતુ તેમાં કેરીનો રસ, ગુલાબજાંબુ, પૂરી-શાક, છાશ અને ફરસાણ જેવી વાનગીઓ પીરસીને વંચિતોને પણ ઉત્સવ જેવો આનંદ આપવામાં આવે છે.

રોકડને બદલે અન્નદાન: એક જાગૃતિ અભિયાન સચિનભાઈ કોટેચા સમાજને એક નવો અને સકારાત્મક રાહ ચીંધી રહ્યા છે. તેમનું માનવું છે કે કોઈને રોકડ દાન આપવાથી તેનો ગેરઉપયોગ થવાની સંભાવના રહે છે. ભીખમાં મળતા રોકડા રૂપિયાને કારણે ઘણીવાર ભિખારીઓનું નેટવર્ક ઊભું થાય છે, જેમાં માસૂમ બાળકોનું અપહરણ કરી તેમની પાસે ભીખ મગાવવા જેવા સામાજિક દૂષણો જન્મે છે. રોકડ આપવાને બદલે જો ભૂખ્યાને ભોજન કરાવવામાં આવે, તો તે સાચું દાન છે.

બીમાર અને લાચાર લોકો માટે આશીર્વાદઆ પ્રોજેક્ટ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે શહેરમાં કોઈ પણ લાચાર કે બીમાર વ્યક્તિ ભૂખ્યા ન સૂવે. પોતાની વ્યસ્ત દિનચર્યામાંથી સમય કાઢીને, જાતે રસોઈ બનાવીને ગરીબો સુધી પહોંચવાની આ કોટેચા પરિવારની ભાવના ખરેખર વંદનીય છે.આજના આધુનિક યુગમાં જ્યારે લોકો પાસે એકબીજા માટે સમય નથી, ત્યારે લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગની આ ટીમ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. આ કાર્ય જોઈને અન્ય લોકો પણ પ્રેરાય અને સમાજમાં દાનનો સાચો મહિમા સમજાય તે અત્યંત જરૂરી છે.




Latest News