વાંકાનેરના મક્તાનપર પાસે ખાણમાં ભરેલ પાણીના ખાડામાં પડવાથી યુવાનનું મોત: મોરબીના જીવાપર ગામની સીમમાં કારખાનાના ક્વાર્ટરમાં પરિણીતાએ કર્યો આપઘાત મોરબી જિલ્લામાં સર્વત્ર વરસાદ: વાંકાનેરમાં 7, મોરબીમાં 4.5, માળિયામાં 4 ઇંચ તથા ટંકારા અને હળવદમાં 2-2 ઇંચ મોરબી માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન મચ્છુ 2 ડેમ ઓવરફ્લો, 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલ્યા: 29 ગામોને એલર્ટ કરાયા હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા
Breaking news
Morbi Today

વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ


SHARE







વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ

શ્યામવર્ણ અને પાતળો બાંધો ધરાવતા મૃતક પુરુષે ચેક્સ શર્ટ અને બ્લુ જીન્સ પેન્ટ
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી છે.પોલીસ સ્ટેશનની વિગત અનુસાર, ગત તા.૧૭/૪/૨૬ના રોજ રાત્રિના નવેક વાગ્યા પૂર્વે કોઈપણ સમયે વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પોલીસ ચોકી પાસે એક અજાણ્યા પુરુષને હાર્ટ અટેક આવતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જેના વાલી વારસની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

પોલીસ દ્વારા મૃતક પુરુષની ઓળખ માટે તેમનું વર્ણન જાહેર કરવામાં આવ્યું છે.મૃતકની ઉંમર આશરે ૪૫ થી ૫૦ વર્ષ છે, વાને શ્યામ અને શરીરનો બાંધો પાતળો છે.તેમના માથાના વાળ કાળા અને સફેદ મિશ્રિત (ટૂંકા) છે.મૃતકે શરીરે સફેદ અને કાળા કલરની આડી-ઊભી લીટીવાળો ચેક્સ આખી બાંયનો શર્ટ તથા બ્લુ કલરનું મેલું જીન્સ પેન્ટ પહેરેલ છે.હજુ સુધી આ મૃતકની ઓળખ થઈ શકી નથી કે તેમના કોઈ વાલી-વારસ મળી આવ્યા નથી.આથી, ઉપરોક્ત વર્ણન ધરાવતા વ્યક્તિ વિશે કોઈ પણ પ્રકારની માહિતી હોય અથવા તેમના પરિવારજનો અંગે જાણકારી મળે તો તપાસ કરનાર અધિકારી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.પી. જાડેજાના મોબાઈલ નંબર ૯૯૦૯૦ ૦૧૧૦૨ અથવા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ટેલિફોન નંબર ૬૩૫૯૬ ૨૬૦૮૬ ઉપર સંપર્ક કરવા વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.






Latest News