વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ મોરબીના ઘૂટું ગામે યુવાનને બે શખ્સોએ પાઇપ અને ધોકા વડે માર મારતા માથામાં હેમરેજ વાંકાનેરના મેસરીયા પાસે ગોલો ખાઈને પરત જતાં લોકોની કારનું ટાયર ફાટતા સર્જાયેલ અકસ્માતમાં એક સગીરાનો પગ કપાઈ ગયો ​​​​​​​અખંડ દિવામાં ઘી હરામના પૈસાનું છે, ઘરના પૈસાનું નથી, તમે દીવો રાખવા કરતાં તાકાત હોય તો બંદૂક લઈને સામે આવોને આ વેપારીનું ગામ છે: કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત


SHARE













મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત

મોરબીમાં થોડા સમય પહેલા કોઈ પદાર્થ પી ગયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજેલ છે.મૂળ ભાવનગર જિલ્લાનો અને હાલ મોરબી રહી કામકાજ કરતા યુવાને કોઈ પદાર્થ પી લીધો હતો.જેથી તેને સારવારમાં રાખવામાં આવ્યો હતો અને તેનું સારવાર દરમિયાન મોત થયેલ છે.

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ ભાવનગરના તળાજા તાલુકાના દિહોર ગામનો અને હાલ મોરબી ખાતે રહી કામકાજ કરતો અરવિંદ નારણભાઈ ઘોયલ તળપદા કોળી (ઉમર ૨૯) નામનો યુવાન ગત તા.૪-૪ ના રોજ કોઈ પ્રવાહી પી ગયો હતો.જેથી તેને સારવાર માટે અહિંની ક્રિષ્ના હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો અને અત્રે સારવાર દરમિયાન તે યુવાનનું મોત થયુ હતું. બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના ડી.આર. ઝાલા દ્વારા આ બાબતે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.જ્યારે મોરબી તાલુકાના બીલીયા ગામે રહેતા સંગીતાબેન જીતેશભાઈ કાંજીયા નામની ૨૩ વર્ષીય મહિલા કોઈ કારણોસર ફીનાઇલ પી ગયેલ હોય તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી.બનાવને પગલે જાણ થતા તાલુકા પોલીસ મથકના પીએસઆઇ અંબારિયા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.
મારામારીમાં કાર્યવાહી
મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપ પાસે રહેતા વૃદ્ધને માર મારવામાં આવ્યો હતો.જે અંગે ફરિયાદ નોંધાઇ હતી.અને તે કેસ બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા નટુભાઈ નારણભાઈ કડીવાર પટેલ (૬૩) રહે.વર્ધમાન એપાર્ટમેન્ટ લક્ષ્મીનારાયણ સોસાયટી સામાકાંઠે મોરબી-૨ તથા હિંમતસિંહ ભાણજીભાઈ સોલંકી દરબાર (૪૨) રહે. લીલાપર રોડ સામે ખોડીયાર મંદિર નજીક મોરબીને પકડવામાં આવ્યા હતા અને તેઓએ જે ધોકા વડે માર માર્યો હતો તે ધોકો કબ્જે લઈને બંનેને નોટિસ આપીને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
યુવતી સારવારમાં
મોરબી વિસીપરા વિસ્તારમાં રહેતા પરિવારની પૂનમબેન શૈલેષભાઈ ચુડાસમા નામની ૧૭ વર્ષીય યુવતીએ તેના ઘરે કોઈ કારણોસર ફીનાઇલ પી લીધુ હતું.જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા સ્ટાફના બી.કે.દેથા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવતા સામે આવ્યુ હતુ કે પરિવારજને ઘરકામ બાબતે ઠપકો આપ્યો હતો તે બાબતનું લાગી આવતા પૂનમબેનને આ પગલું ભરી લીધું હતું.
ગુમ પરત
મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં મેલડી માતા મંદિર પાસે રહેતા પરિવારની અંકિતાબેન કલ્યાણભાઈ અલગોતર નામની ૨૫ વર્ષની યુવતી  ગત તા.૩-૧-૦૨૬ થી ગુમ થયેલ હતી.તે બાબતે પરીવાર દ્વારા નોંધ દાખલ કરવામાં આવી હતી.જેમાં બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા એ રિપોર્ટ આપતા જણાવ્યું હતું કે, ગુમ થયેલ અંકિતાબેન અલગોતરે મહેન્દ્રનગર ગામે રહેતા રાજેશભાઈ ગોરધનભાઈ કુબાવત બાવાજી (૩૦)  ની સાથે પ્રેમલગ્ન કરી લીધા હોય અને તેણી રાજેશભાઇની સાથે જ રહેવા માંગતા હોય તે બાબતે યુવતીનું નિવેદન આવતા નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી.






Latest News