હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબીના વિદ્યુત સ્મશાનમાં સફાઈ કામ કરતી મહિલાનું વીજ શોક લાગતા મોત


SHARE







મોરબીના વિદ્યુત સ્મશાનમાં સફાઈ કામ કરતી મહિલાનું વીજ શોક લાગતા મોત

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ વિદ્યુત સ્મશાનમાં બીજા માળે સફાઈ કામ કરતા સમયે દીવાલમાં લાગેલા ઈલેક્ટ્રીક બોર્ડમાંથી મહિલાને કોઈ કારણોસર શોર્ટ લાગ્યો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરીને આ બનાવની ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી.

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ હોથીપીરની દરગાની પાછળના ભાગમાં રહેતા રહેમતબેન ઈસ્માઈલભાઈ જેડા (52) નામના મહિલા લીલાપર રોડ ઉપર આવેલ વિદ્યુત સમસાન ખાતે કચરા પોતાનું સફાઈ કામ કરવા માટે ગયા હતા ત્યારે બીજા માળે કામ કરતા હતા દરમ્યાન ત્યાં દિવાલમાં લાગેલા ઈલેક્ટ્રીક બોર્ડમાં કોઈ કારણોસર અડી જતા તેઓને ઇલેક્ટ્રીક શોટ લાગી ગયો હતો જેથી તેઓને 108 મારફતે તાત્કાલિક તેને મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની મૃતક મહિલાના દિકરા સિકંદરભાઈ ઈસ્માઈલભાઈ જેડા (28) રહે. લીલાપર રોડ હોવાથી દરગાહ પાછળ મોરબી વાળાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News