મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા ગામે પત્નીએ રસોઈ ટાઈમે બનાવેલ ન હોય લાગી આવતા યુવાને કર્યો આપઘાત


SHARE









વાંકાનેરના ઢુવા ગામે પત્નીએ રસોઈ ટાઈમે બનાવેલ ન હોય લાગી આવતા યુવાને કર્યો આપઘાત

વાંકાનેરના ઢુવા ઓવરબ્રિજ પાસે લેબર કવાર્ટરમાં રહેતા યુવાનની પત્નીએ રસોઈ ટાઈમે બનાવેલ ન હતી તે બાબતે યુવાનને મનોમન લાગી આવતા યુવાને પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા પાસે આવેલ રવિરાજ પ્રતાપસિંહ સિંધવની રૂમમાં ભાડે રહેતા સંજીતભાઈ મરજીતભાઈ પાસલા (22) નામના યુવાને લેબર ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકાર હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની રવિરાજસિંહ સિંધવ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનના પત્નીએ રસોઇ ટાઇમે બનાવેલ ન હતી જે બાબતે યુવાનને મનોમન લાગી આવતા તેણે પોતે પોતાની જાતે લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે અંગેની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News