મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

મોરબીના રાજપર ગામનો બનાવ: દીકરાની જે મહિલા સાથે સગાઈ કરાવી તેના પૂર્વ પતિ સહિત ત્રણ શખ્સોએ આધેડને ધોકા-પાઇપથી માર માર્યો


SHARE







મોરબીના રાજપર ગામનો બનાવ: દીકરાની જે મહિલા સાથે સગાઈ કરાવી તેના પૂર્વ પતિ સહિત ત્રણ શખ્સોએ આધેડને ધોકા-પાઇપથી માર માર્યો

મોરબીના રાજપર ગામે રહેતા આધેડે પોતાના દીકરાની જે મહિલા સાથે સગાઈ કરાવેલ હતી તેના પૂર્વ પતિએ આધેડને ત્યાં સગાઈ કરવાની ના પાડેલ હતી તે બાબતનો ખા રાખીને મહિલાના પૂર્વ પતિ સહિત ત્રણ શખ્સોએ આધેડ ઉપર લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો હતો અને શરીરે ધોકા-પાઇપ વડે માર માર્યો હતો જેથી ઈજા પામેલ આધેડે સારવાર લીધા બાદ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી તાલુકાના રાજપર ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા સવજીભાઈ દેવજીભાઈ ધોળકિયા (55) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હસમુખભાઈ ભરતભાઈ ધોળકિયા અને માવજીભાઈ રવજીભાઈ ધોળકિયા રહે. બંને શક્ત સનાળા અને એક અજાણ્યો શખ્સ આમ કુલ ત્રણ વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, રાજપર ગામથી પંચાસર ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ સ્મશાનના મેદાનમાં તેઓ પક્ષીને ચણ નાખવા માટે ગયા હતા ત્યારે ત્રણેય આરોપીઓ ફોરવીલ ગાડીમાં ત્યાં ફરિયાદી પાસે આવ્યા હતા અને ફરિયાદીને ગાળો આપીને હસમુખભાઈ ધોળકિયાએ કહ્યું હતું કે “તમારા દીકરા ખુશાલની સગાઈ રિધ્ધિ સાથે કેમ કરેલ છે ? રિદ્ધિના મારી સાથે લગ્ન થયેલ છે અને છુટાછેડા થયેલ છે મેં તમને સગાઈ કરવાની ના પાડેલ હતી” ત્યાર બાદ હસમુખભાઈએ લોખંડના પાઇપ વડે ફરિયાદીને જમણા હાથના પોચામાં અને આંગળીમાં મારમારીને ફેક્ચર જેવી ઈજા કરેલ છે જ્યારે ડાબા પગના સાથળના ભાગે માવજીભાઈએ લાકડાના ધોકા વડે માર મારીને ઇજા કરી હતી અને અજાણ્યા શકશે પણ લાકડાના ધોકાથી ફરિયાદીને જમણા પગમાં માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલ આધેડે સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધે આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે






Latest News