મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ચાચાવદરડા નજીકથી રીક્ષાને છોટાહાથીના ચાલકે ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત: 4 ને ઇજા


SHARE







માળીયા (મી)ના ચાચાવદરડા નજીકથી રીક્ષાને છોટાહાથીના ચાલકે ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત: 4 ને ઇજા

માળીયા જામનગર રોડ ઉપર આવેલ ચાચાવદરડા ગામ નજીકથી સીએનજી રીક્ષા પસાર થઇ રહી હતી ત્યારે છોટાહાથી વાહનના ચાલકે સાઈડમાંથી રીક્ષાને હડફેટે લીધી હતી જેથી અકસ્માત થયો હતો જે બનાવમાં રીક્ષા ચાલક તેમજ રિક્ષામાં બેઠેલી યુવાન, તેના પત્ની, તેની દીકરી અને ભાણેજને ગંભીર જાઓ થઈ હતી જેમાં મહિલાને માથા અને શરીરે વધુ ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના પતિએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે છોટા હાથીના ચાલાક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

જામનગરમાં આવેલ દિગ્વિજય પ્લોટ શંકર ટેકરી આશાપુરા મંદિરની પાછળના ભાગમાં રહેતા શૈલેષભાઈ ઓધવજીભાઈ દામા (37) છોટા હાથી નંબર જીજે 36 વી 9709 ના ચાલક સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે જામનગર રોડ ઉપર આવેલ ચાચાવદરડા ગામ નજીક આવેલા કારખાના પાસેથી ફરિયાદી સાહેની સીએનજી રીક્ષા નંબર જીજે 10 ટીઝેડ 5871 માં બેસીને જતાં હતા ત્યારે રિક્ષામાં ફરિયાદના પત્ની, દીકરી અને ભાણેજ બેઠેલા હતા દરમ્યાન રિક્ષાની સાઈડમાં આરોપીએ તેનું છોટા હાથી વાહન અથડાવ્યું હતું જેથી અકસ્માત થયો હતો અને આ બનાવમાં ફરિયાદી તથા સાહે નીતિનભાઈને શરીરે ઇજાઓ થઈ હતી જ્યારે ફરિયાદીની દીકરી રિદ્ધિને માથા અને જડબાના ભાગે જાઓ થઈ હતી અને ફરિયાદીના ભાણેજ મંથનને માથામાં હેમરાજ થયું હતું અને ફરિયાદીના પત્ની પૂજાબેનને માથા તથા શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જેથી અકસ્માતના આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના પતિએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે છોટા હાથીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

પરિણીતાએ નોંધાવી ફરિયાદ

મૂળ હળવદના રાણેકપર રોડ ઉપર આવેલ આનંદ બંગલોઝ ખાતે રહેતા અને હાલ માવતરના ઘરે મોરબીના રાજપર ગામે રહેતા કૃપાબેન અંકિતભાઈ અગોલા (25)એ હાલમાં મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે પતિ અંકિત ભાવેશભાઈ અગોલા, સાસુ મીનાબેન ભાવેશભાઈ અબોલા રહે. બંને હળવદ તથા નણંદ અર્પિતાબેન જીલભાઈ વડગાસીયા રહે. મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદીને તેના પતિ, સાસુ અને નણંદે અવારનવાર નાની નાની બાબતો અને ઘરકામ બાબતે હેરાન પરેશાન કરી દુઃખત્રાસ આપ્યો હતો અને મારકૂટ કરી હતી જેથી મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં પતિ સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News