મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

મોરબીમાં બાઈકનું હેન્ડલ શર્ટમાં ફસાઈ જવા મુદ્દે બોલાચાલી અને ગાળા ગાળી બાદ હવે સામસામે ફરીયાદ


SHARE







મોરબીમાં બાઈકનું હેન્ડલ શર્ટમાં ફસાઈ જવા મુદ્દે બોલાચાલી અને ગાળા ગાળી બાદ હવે સામસામે ફરીયાદ

મોરબીમાં નગર દરવાજા પાસેથી પસાર થયેલા યુવાનના બ્લેઝરમાં બાઈકનું હેન્ડલ ફસાઈ ગયું હતું જેથી યુવાને બાઈક જોઈને ચલાવવા માટે થઈને બાઈક ચાલકને કહ્યું હતું તે બાબતે રોષ રાખીને બાઈક ચાલકે યુવાનને ગાળો આપી હતી અને ધક્કો મારીને નીચે પાડી દેતા યુવાનને ડાબા હાથની ટચલી આંગળીમાં ફ્રેક્ચર જેવી ઇજા થયેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે જ્યારે સામાપક્ષેથી સમાધાન કરવા માટે બે લાખ રૂપિયાની માંગણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.

મોરબી નજીકના પીપળી ગામે આવેલ શિવ પાર્ક સોસાયટીમાં રહેતા દેવજીભાઈ બીજલભાઇ રાઠોડ (39)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિશ્નારામ પ્રજાપતિ રહે. હાલ ચિત્રકૂર સિનેમાની પાછળ આશાપુરા મોબાઈલ મોરબી મૂળ રહે. રાજસ્થાન વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે મોરબીના નગર દરવાજા પાસે આવેલ મીનાક્ષી મોબાઇલ નામની દુકાન પાસે જાહેર રસ્તા ઉપરથી ફરિયાદી પસાર થઈ રહ્યો હતો ત્યારે આરોપી તેનું બાઈક નંબર આરજે 4 એસવી 1015 લઈને રોંગ સાઈડમાં આવતો હતો અને ત્યારે ફરિયાદીના બ્લેઝરમાં આરોપીના બાઈકનું હેન્ડલ ફસાઈ ગયું હતું જેથી કરીને ફરિયાદીએ તેને બાઈક જોઈને ચલાવવા માટે થઈને કહ્યું હતું આ બાબતે ઉશ્કેરાઈ જઈને આરોપીએ ફરિયાદીને અપમાનજનક શબ્દો કહીને જાહેરમાં ગાળો આપી હતી અને ધક્કો મારીને પાડી દેતા ડાબા હાથની ટચલી આંગળીમાં ફ્રેક્ચર જેવી ઇજા થયેલ છે જેથી સારવાર લીધા બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જ્યારે આ બનાવમાં સામાપક્ષેથી મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ઉમિયા પાર્કમાં રહેતા મૂળ રાજસ્થાનના રહેવાસી યશકુમાર મગનારામ પ્રજાપતિ (19)એ દેવજીભાઈ રાઠોડ સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, મોરબીમાં ત્રિકોણબાગ પાસે આવેલ ન્યુ મીનાક્ષી મોબાઇલ ફોનની દુકાન સામેથી તેઓના સંબંધી ભાણેજ વિષ્નારામ પ્રજાપતિ પોતાનું બાઈક દોરવીને પાછળની ગલીમાં મુકવા માટે જતો હતો તે દરમિયાન આરોપી સામેથી દોડીને આવતા મોટરસાયકલનું હેન્ડલ આરોપીના શર્ટમાં ફસાઈ જતા તેણે વિશ્નારામને ગાળો આપી હતી અને થપાટ મારીને શર્ટનો કોલર ખેંચીને નીચે પાડી દીધો હતો ત્યારબાદ આરોપીએ પોતાનું નામ અને ઓળખ આપી સમાધાન કરવા માટે બે લાખની માંગણી કરેલ હતી જે રૂપિયા નહીં આપતા જાનથી મારી નાખવાની ધમકી આપે છે જેથી હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News