મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના અંદરણા ગામ પાસેથી ટ્રક ટ્રેલરની ચેસીસમાં બનાવેલ ચોર ખાનામાંથી 4608 બોટલ દારૂ અને 96 બિયરના ટીન સાથે એક ઝડપાયો: 20.87 લાખનો મુદ્દામાલ કબજે


SHARE







મોરબીના અંદરણા ગામ પાસેથી ટ્રક ટ્રેલરની ચેસીસમાં બનાવેલ ચોર ખાનામાંથી 4608 બોટલ દારૂ અને 96 બિયરના ટીન સાથે એક ઝડપાયો: 20.87 લાખનો મુદ્દામાલ કબજે

મોરબી હળવદ હાઇવે રોડ પર આવેલ અંદરણા ગામ પાસે ભેરુનાથ હોટલની બાજુમાં જાહેર રોડ ઉપર ટ્રક ટ્રેલરને રોકીને એલસીબીની ટીમ દ્વારા ચેક કરવામાં આવતા તે વાહનની ચેસીસમાં બનાવેલા ચોર ખાનામાંથી દારૂની 4,608 બોટલ મળી આવતા 5,56,800 રૂપિયાની કિંમતનો દારૂ તથા 96 બીયરના ટીન જેની કિંમત 10,272 રૂપિયા આમ દારૂ,બિયર તથા ટ્રક સહિત 20.87 લાખનો મુદ્દામાલ કબજે કરી હાલમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને અન્ય બે શખ્સના નામ સામે આવ્યા હોય મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે ટ્રક ટેલર નંબર જીએ 39 ટીએ 2090 ચરાડવા તરફથી મોરબી બાજુ આવી રહ્યું છે અને તે વાહનની અંદર દારૂ બિયરનો મોટા પ્રમાણમાં જથ્થો ભરેલો છે જેથી એલસીબીની ટીમ દ્વારા આંદરણા ગામ પાસે ભેરુનાથ હોટલ નજીક વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું દરમિયાન મળેલ બાતમી મુજબનું ટ્રક ટેલર ત્યાંથી પસાર થતા પોલીસ દ્વારા તે વાહનને રોકવામાં આવ્યું હતું અને તેને ચેક કરવામાં આવતા ટ્રક ટેલરના ચેસીસની અંદર બનાવવામાં આવેલ ચોર ખાનામાંથી દારૂની નાની 4608 બોટલ મળી આવી હતી તેમજ બિયરના 96 ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે દારૂ, બિયર તથા ટ્રક સહિતનો 20,87,072 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં આરોપી ધનારામ પુનમારામ ચૌધરી રહે. બામરલા ગામ તાલુકો સેડવા રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન દમારામ જાટ રહે. ગીડા ગામ રાજસ્થાન અને દુદારામ દમારામ ચૌધરી રહે. લીલસર રાજસ્થાન તેમજ તપાસમાં ખુલે તેના નામની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે આ કામગીરી મોરબી જિલ્લા એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ આર.સી. ગોહિલની સૂચના મુજબ એલસીબીના પીએસઆઇ બી.ડી. ભટ્ટ અને વી.જી. માલાણી તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી






Latest News