મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા મુદ્દે યુવાન ઉપર પાઇપ વડે હુમલો


SHARE







વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા મુદ્દે યુવાન ઉપર પાઇપ વડે હુમલો

વાંકાનેરમાં જકાતનાકા રીક્ષા સ્ટેન્ડ પાસે રિક્ષામાં પેસેન્જર ભરવા બાબતે યુવાન સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી અને ત્યાર બાદ ઢીકાપાટુનો માર માર્યો હતો અને લોખંડના પાઇપથી ડાબા હાથની આંગળીમાં માર મારીને ફ્રેક્ચર કર્યું હતું જેથી ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે

વાંકાનેરના સીટી સ્ટેશન રોડ ઉપર રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગનું કામ કરતા ફિરોજભાઈ મુસાભાઇ માજોઢી (38)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે દીપક કોળી રહે. પેડક સોસાયટી વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેરમાં નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ જકાતનાકા રીક્ષા સ્ટેન્ડ પાસે તેઓ પોતાની રીક્ષા લઈને ઊભા હતા અને પોતાની રિક્ષામાં પેસેન્જર બેસાડતા હતા દરમિયાન પેસેન્જર બાબતે આરોપીએ બોલાચાલી કરી હતી અને ત્યારબાદ ફરિયાદીને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ લોખંડના પાઈપથી માર મારીને ડાબા હાથની આંગળીમાં ફ્રેકચર જેવી ઇજા કરી હતી જેથી ઈજા પામેલા યુવાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જકાતનાકા પાસ  રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યારે એક યુવાનને ત્રણ શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો જે બનાવ સંદર્ભે ત્રણ શખ્સો સામે જે તે સમયે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી આ બનાવમાં જ હાલમાં વળતી ફરિયાદ નોંધાયેલ છે.






Latest News