મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો


SHARE









મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા આધેડ પાસે તે વિસ્તારમાં રહેતા શખ્સે પૈસાની માંગણી કરી હતી ત્યારે આધેડે પૈસા આપવાની ના પાડી હતી જેથી ઉશ્કેરાઈ ગયેલા શખ્સે તેઓને ગાળો આપી હતી અને ત્યારબાદ છરી વડે હુમલો કરીને ડાબા હાથની કોણી અને ખભાના ભાગે ઇજા કરી હતી દરમિયાન આધેડને છોડાવવા માટે થઈને તેનો ભત્રીજો વચ્ચે પડતા તેના પણ આરોપીએ ગળા, જમણા હાથ અને વાસાના ભાગે છરીના ઘા મારીને ઈજા કરી હતી તેમજ બંને વ્યક્તિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતીજેથી ઇજા પામેલા આધેડે સારવાર લીધા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના મહેન્દ્રપરા શેરી નં. 12 માં રહેતા યુસુફશા કરીમશા શાહમદાર (53)એ હાલમાં આફતાબ ઉર્ફે ભૂરો જુસબભાઈ જુણેજા રહે. ખ્વાજા પેલેસ પાછળ લાતી પ્લોટ શેરી નં. 14 મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબીના વાવડી રોડ પર આવેલ કપિલા હનુમાન પાસે મહેન્દ્રનગર શેરી નં. 14 નજીક ફરિયાદી હાજર હતા ત્યારે આરોપીએ તેની પાસે આવીને પૈસાની માંગણી કરી હતી જોકે ફરિયાદીએ પૈસા આપવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે ફરિયાદીને ગાળોને છરી વડે હુમલો કર્યો હતો અને ત્યારે ફરિયાદીને ડાબા હાથના ખભા અને કોણી પાસે છરીના ઘા માર્યા હતા જેથી ફરિયાદીને બચાવવા માટે તેનો ભત્રીજો વચ્ચે પડતા તેને પણ આરોપીએ છરી વડે ગળા, જમણા હાથના પંજા અને વાસાના ભાગે ઇજા કરી હતી. આટલું જ નહીં બંને ઈજાગ્રસ્તોને જાનથી મારી નાખવાની આરોપીએ ધમકી પણ આપી હતી જેથી ઇજા પામેલા આધેડે સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News