મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં મોબાઈલ ફોનમાં લૂડો ગેઇમ ઉપર જુગાર રમતા 3 શખ્સ પકડાયા


SHARE









મોરબીમાં મોબાઈલ ફોનમાં લૂડો ગેઇમ ઉપર જુગાર રમતા 3 શખ્સ પકડાયા

મોરબીના જુના બસ સ્ટેશન પાછળ રિક્ષા સ્ટેન્ડ પાસે મોબાઈલ ફોનમાં લૂડો ગેમની અંદર પાસા ફેકીને જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે સ્થળ ઉપરથી રોકડ તથા મોબાઈલ મળીને 10,650 ના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરેલ છે અને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે 

મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીમાં આવેલ જુના બસ સ્ટેશનની પાછળ રીક્ષા સ્ટેન્ડ પાસે મોબાઈલ ફોનમાં એપ્લિકેશન ડાઉનલોડ કરીને લૂડો ગેમમાં પાસા ફેકીને જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું જેથી 650 રૂપિયાની રોકડ તથા 10 હજાર રૂપિયાની કિંમતનો મોબાઈલ આમ કુલ મળીને 10,650 ની કિંમતના મુદ્દામાલ સાથે આરોપી સમીરભાઈ હનીફભાઈ ભટ્ટી (24) રહે. જોન્સનગર મોરબી, મોસીમ ઉર્ફે માસ સલીમભાઈ મોવર (30) રહે જોન્સનગર મોરબી તથા મુસાભાઈ ઉમરભાઈ હાલા (42) રહે. લુહાર શેરી કુબેરનાથ રોડ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News