અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ


SHARE







ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ

મોરબીની અંદર ક્રાઇમરેઇટ સડસડાટ ઉપર ચડી રહ્યો છે. જેમાં જમીન દલાલી માટે મુસ્લીમ યુવાનને મારીને દાટી દેવો, મોબાઇલ મેસેજ બાબતે યુવાનનું મર્ડર, સામ સામે ફાયરિંગ, લવ જેહાદ સહિતના ચિંતાજનક બનાવો બની રહ્યા છે.જે બાબતો મોરબીમાં પોલીસની પકડ કેવી હશે તેની ચાળી ખાવા માટે પૂરતી છે.દરમ્યાનમાં વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.જેમાં મોરબીના લાતી પ્લોટ વિસ્તાર પાસે બનેલ બનાવમાં મકાન ભાડાના પૈસા ન હોય પોતાની પત્ની અને સગીર વયની દીકરીને અન્ય ઇસમોને સોંપી દેનાર પિતા/પતિ સહિત બે ઇસમોની હાલ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે અને એક શખ્સ નાસતો ફરતો હોય તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ઉપરોક્ત બાબતે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, મોરબીના લાતી પ્લોટ પાસેના વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી મહિલા તથા તેની સગીરવયની દિકરીને મકાન ભાડા ના પૈસા ન હોવાથી મહિલાના પતિ અને સગીરાના પિતા એવા નરાધમ શખ્સ દ્વારા પોતાની જ પત્ની-પુત્રીને પૈસાના બદલામાં અન્ય ઇસમોને સોંપી દેવામાં આવી હોય તેવો ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો.જેમાં ભોગ બનનાર સગીરાના માસી અને નાની દ્વારા સમગ્ર મામલે પોલીસમાં જાણ કરવામાં આવતા બનાવ સામે આવ્યો હતો.પોલીસે બનાવની ગંભીરતા પારખીને દુષ્કર્મ, પોકસો સહિતની કલમો હેઠળ ત્રણ શક્સોની સામે ગુનો દાખલ કર્યો હતો.ભોગ બનેલ મહિલા અને તેની દિકરીના પતિ/પિતા અને મકાન માલીક સહિત ત્રણ સામે ફરિયાદ લેવામાં આવી હતી.(ભોગ બનેલ મહિલા તથા તેની દીકરીની ઓળખ છતી ન થાય તે માટે તેઓના અને અન્ય આરોપીઓના નામ અહીં લખેલા નથી. પરંતુ સમાજમાં બનતી આવી ગંભીર બાબતોથી લોકો અવગત થાય તે માટે આ સમાચાર ઉજાગર કર્યા છે.) જેમાં ભોગ બનનાર મહિલા અને તેની દીકરીના પતિ-પિતા એવા નરાધમ શખ્સ તેમજ મકાન માલીક એમ બે શખ્સોની હાલ ધરપકડ કરવામાં આવી છે.તેમજ આ બનાવમાં અન્ય એક ઇસમ પણ સંડોવાયેલો હોય એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ વાય.બી.જાડેજા તથા સ્ટાફ દ્વારા તેને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હોવાનું પોલીસસુત્રોમાંથી જાણવા મળેલ છે.






Latest News