મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો


SHARE









મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ કારખાના પાસે તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યો હતો દરમિયાન ત્યાંથી બાઇક લઈને પસાર થયેલા શખ્સને રોકીને પોલીસે પૂછપરછ કરી હતી ત્યારે તેની પાસેથી સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસ દ્વારા શકપડતી મિલકત તરીકે 15,000 રૂપિયાની કિંમતનું બાઇક કબ્જે કરીને આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરી હતી.

મોરબીના જેતપર રોડ ઉપર બ્લેકબેરી કારખાના પાસે તાલુકા પોલીસની ટીમ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહી હતી ત્યારે જેતપર બાજુથી બાઈક લઈને આવી રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા તેની પાસેથી બાઈકના કાગળ માંગવામાં આવ્યા હતા ત્યારે તેની પાસે કાગળ ન હોવાનું સામે આવ્યું હતું અને બાઇક લઈને નીકળેલા શખ્સ પાસેથી સંતોષકારક જવાબ પણ મળ્યો ન હતો જેથી તેની વધુ પૂછપરછ કરવામાં આવતા બાઈક ચોરી અથવા છળકપટથી મેળવેલ હોવાનું સામે આવ્યું હોય પોલીસે 15,000 રૂપિયાની કિંમતનું બાઈક શકપડતી મિલકત તરીકે કબજે કર્યું છે અને આરોપી પવનભાઈ મનોહરભાઈ બાબલ (20) રહે. જલેલી ફોજદારાન રાજસ્થાન વાળાને પકડીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News