મોરબી એસપી રોડના ખુણે 122 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ મોરબીમાં વોર્ડ નં-2 મહીલા કોર્પોરેટર રાજીનામું આપવા ભાજપ કાર્યાલય પહોચ્યા મોરબીના ધરમપુર-ટીંબડી બ્રિજના ચાલુ કામે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો વાહનવ્યવહાર માટે બંધ મોરબી જિલ્લામાં મેઘમહેર: મોરબી, માળિયા અને વાંકાનેરમાં અઢી ઇંચ, ટંકારા-હળવદમાં બે ઇંચ વરસાદ વાંકાનેરના ગુંદાખડા ગામ પાસે બાઈક સાથે બાઈક અથડાતા યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા વાંકાનેરના ઢુવા ગામે ઘરમાંથી 70,000 ના તાંબા પીતળ વાસણની ચોરી: ભાભીએ નોંધાવી દિયર સામે ફરિયાદ હળવદના ઘનશ્યામપુર ગામ નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત: ઈજા પામેલ પાંચ વ્યક્તિઓ સારવારમાં મોરબીની ઉમા ટાઉનશીપમાં વૈભવ હાઇટ્સમાં જુગારની રેડ, 6 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબી નજીક શિવ પાર્ક-2 સોસાયટીમાં ઘરમાંથી 23 બોટલ દારૂ  સાથે એકની ધરપકડ: એકની શોધખોળ


SHARE







મોરબી નજીક શિવ પાર્ક-2 સોસાયટીમાં ઘરમાંથી 23 બોટલ દારૂ  સાથે એકની ધરપકડ: એકની શોધખોળ

મોરબીના જૂની પીપળી ગામ પાસે આવેલ શિવ પાર્ક-2 માં ઘરની અંદર દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની 23 બોટલ મળી આવી હતી જેથી પોલીસે ઘરધણીની ધરપકડ કરી હતી અને અન્ય એક શખ્સનું નામ સામે આવ્યું હોવાથી પોલીસે બંને સામે ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ જૂની પીપળી ગામ પાસે શિવ પાર્ક-2 માં રહેતા બીપીનભાઇ મહેતાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની 23 બોટલ મળી આવતા પોલીસે 10,001 રૂપિયની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી બીપીનભાઈ હિંમતલાલ મહેતા (55) રહે. જૂની પીપળી શિવ પાર્ક સોસાયટી મોરબી વાળા ની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જયેશ ઉર્ફે અભો કનુભાઈ મકવાણા રહે. શોભેશ્વર રોડ મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય બંને સામે ગુનો નોંધીને પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વરલી જુગાર

મોરબીના વીસીપરા મેન રોડ ઉપર વેલનાથ પાન નામની દુકાન પાસે વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા શૈલેષભાઈ સાદાજીભાઈ સિહોરા (29) રહે વીસીપરા મોરબી વાળો મળી આવ્યો હતો જેથી પોલીસે તેની પાસેથી 550 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News