મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના કોટડાનાયણી પાસે દારૂની 3 રેડ: 5250 લિટર આથો-150 લિટર દેશી દારૂ ઝડપાયો


SHARE









વાંકાનેરના કોટડાનાયણી પાસે દારૂની 3 રેડ: 5250 લિટર આથો-150 લિટર દેશી દારૂ ઝડપાયો

વાંકાનેર તાલુકાના કોટડાનાયણી ગામની સીમમાં જુદીજુદી ત્રણ જગ્યાએ દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 5250 લિટર આથો અને 150 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે મુદામાલ કબ્જે કરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુદાજુદા ત્રણ ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

વાંકાનેર તાલુકાના કોટડાનાયણી ગામની સીમમાં ડેમી નદીના કાંઠે જાહેરમાં જુદીજુદી બે જગ્યાએ દારૂની ભઠ્ઠી ઉપર રેડ કરવામાં આવી હતી ત્યારે એક સ્થળેથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 2250 લિટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે 56,250 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે, પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં આરોપી હાજર ન હોય હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મનસુખભાઈ જગદીશભાઈ સોલંકી રહે. કોટડાનાયણી વાળા સામે ગુનો નોંધાયો છે જયારે બીજી જગ્યાએ દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 3,000 લિટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે 75 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જો કે, રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં હંસાબેન દિનેશભાઈ સોલંકી રહે. કોટડાનાયણી વાળાની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ ઉપરાંત વાંકાનેરના કોટડાનાયણી ગામની સીમમાં ડેમી નદીના કાંઠે ચતુર ભુવાની વાડીની બાજુમાં જાહેરમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 150 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 30 હજાર રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી ભુપતભાઈ દેવકણભાઈ સોલંકી (23) રહે. કોટડાનાયાણી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News