હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં સાથે પત્તા રમવા બેઠેલા બે સગા ભાઈ ઉપર બે શખ્સોએ ધારિયા-છરી વડે કર્યો હુમલો


SHARE





મોરબીમાં સાથે પત્તા રમવા બેઠેલા બે સગા ભાઈ ઉપર બે શખ્સોએ ધારિયા-છરી વડે કર્યો હુમલો

મોરબીમાં દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ચાર વ્યક્તિઓ પત્તા રમતા હતા ત્યારે બે સગા ભાઇને ત્યાં સાથે પત્તા રમતા બે શખ્સોએ બોલાચાલી કરીને ધારિયા વડે હુમલો કરીને યુવાનને માથામાં ફ્રેકચર જેવી ઇજા કરી હતી તેમજ છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલ યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

મોરબીમાં બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા અભરામભાઈ સલીમભાઈ માણેક (32)હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હબીબભાઈ ઝાકીરભાઇ ભટ્ટી અને ઝાકીરભાઇ હબીબભાઈ ભટ્ટી રહે. બંને પ્રધાનમંત્રી આવાસ યોજના દલવાડી સર્કલ પાસે મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી આવાસ યોજનાના બ્લોક નંબર બી- 15 મકાન નં. 5 પાસે ફરિયાદી તથા તેના ભાઈ ગનીભાઈ અને બંને આરોપીઓ આમ કુલ ચારેય વ્યક્તિઓ પત્તા રમી રહ્યા હતા દરમિયાન આરોપી હબીબભાઈએ ફરિયાદીના ભાઈ ગનીભાઈ સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ બંને આરોપીઓએ ફરિયાદી અને તેના ભાઈને ગાળો આપીને માર માર્યો હતો ત્યારબાદ આરોપી હબીબભાઈએ લોખંડના ધારીયા વડે ફરિયાદીના ભાઈને માથામાં માર મારીને ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી તેમજ ઝાકીરભાઇએ છરી બતાવીને ફરિયાદી તથા તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ ઈજા પામેલ યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સની સામે ગુનો નોંધી આરોપીને  પકડીને રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી




Latest News