હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરમાંથી 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજા સાથે એક શખ્સ પકડાયો: માલ આપનારા રાજકોટના શખ્સની શોધખોળ


SHARE





મોરબીમાં ઘરમાંથી 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજા સાથે એક શખ્સ પકડાયો: માલ આપનારા રાજકોટના શખ્સની શોધખોળ

મોરબીના સાયન્ટિક રોડ પર આવેલ વજેપર શેરી નંબર 23 માં રહેતા શખ્સનાં ઘરની અંદર ગાંજાનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે એસઓજીની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે 1 કિલો 992 ગ્રામ ગાંજો અને 11 ગ્રામ 37 મિલીગ્રામ હાઇબ્રીડ ગાંજો ત્યાંથી મળી આવ્યો હોય કુલ મળીને 1,45,549 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ગુનો નોંધી માલ આપનારા રાજકોટના શખ્સને  પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબી જિલ્લા એસઓજીની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મોરબીના વજેપર વિસ્તારમાં શેરી નંબર 23માં રહેતા દાઉદભાઈ કુરેશીના મકાનમાં ગાંજાનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે એસઓજીની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી 1 કિલો 992 ગ્રામ ગાંજાનો જથ્થો જેની કિંમત 99,600 તથા હાઇબ્રીડ ગાંજો 11 ગ્રામ 37 મિલીગ્રામ જેની કિંમત 38,629 મળી આવ્યો હતો અને આ ગાંજાનો જથ્થો તેણે રાજકોટના ગામિત નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ગાંજાનો જથ્થો તથા મોબાઈલ ફોન ઇલેક્ટ્રીક વજન કાંટો અન્ય વસ્તુઓ મળીને કુલ 1,45,549 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને હાલમાં દાઉદભાઈ અબ્બાસભાઈ કુરેશી (27) રહે. સાયન્ટીફિક વાડી રોડ વજેપર શેરી નંબર 23 મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કુલ બે શખ્સોની સામે ગુનો નોંધી રાજકોટના ગામીત નામના શખ્સને પકડવા માટે થઈને તજવીજ હાથ ધરવામાં આવી છે.




Latest News