મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં યુનિક ઈન્ટર નેશનલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે યોગ પ્રશિક્ષણ તથા પ્રાકૃતિક જીવન જાગૃતિ શિબિર યોજાશે


SHARE







મોરબીમાં યુનિક ઈન્ટર નેશનલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે યોગ પ્રશિક્ષણ તથા પ્રાકૃતિક જીવન જાગૃતિ શિબિર યોજાશે

મોરબીમાં રવાપર ઘુનડા રોડ ખાતે આવેલ યુનિક ઈન્ટર નેશનલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે આગામી તારીખ 5,મી જૂનથી 14,જૂન-2026 સુધી વહેલી સવારે 6.00 વાગ્યાથી માતૃભૂમિ વંદના ટ્રષ્ટ, મોરબી તથા સ્વયં સ્વસ્થ બનો અભિયાન-ભારતના સંયુક્ત તત્વાધાનમાં દશ દિવસીય નિઃશુલ્ક યોગ પ્રશિક્ષણ તથા પ્રાકૃતિક જીવન જાગૃતિ શિબિર યોજાશે,

સાંપ્રત સમયમાં બેઠાળું જીવનથી, કામના સતત માનસિક તણાવથી લોકો અનેક શારીરીક અને માનસિક સમસ્યાઓથી ગ્રસ્ત હોય છે, ત્યારે સ્વસ્થ રહો,જાગૃત રહો, આવો સ્વસ્થ સમાજ નિર્માણમાં સહભાગી બનીએ,ખુદ પણ તંદુરસ્ત રહીએ અને સમાજ તેમજ રાષ્ટ્રને પણ દુરસ્ત, તંદુરસ્ત રાખીએ એવી નેમ,એવા શુભ આશયથી આ યોગ શિબિર યોજાઈ રહી છે, આ શિબિરમાં ગીતાબેન જૈન અને દિપકભાઈ જાની યોગ પ્રાણાયામ સંપૂર્ણ સિસ્ટમેટિક રીતે અનેકવિધ યોગાશનો શીખડાવશે જે રોજ બરોજ કરવાથી સાંધાની જકડંન દૂર થાય છે, શરીર લચીલું બની જાય છે,તો તન,મનને તંદુરસ્ત રાખવા માટે યોગશિબિરમાં જોડાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે અને માત્ર મર્યાદિત જગ્યા હોય શિબિરમાં જોડાવવા માટે સંપર્ક નંબર 8200396799 અને 088665 90300 સત્વરે રજિસ્ટ્રેશન કરવા જણાવાયું છે.






Latest News