વાંકાનેરના પલાસ ગામ તરફ જતાં રસ્તા ઉપર બાઇક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત
વાંકાનેરના રાતાવીરડા ગામે રહેતા યુવાને વ્યાજના ચક્રમાં ફસાવીને પઠાણી ઉઘરાણી કરનારા 3 વ્યાજખોરની ધરપકડ
SHARE
વાંકાનેરના રાતાવીરડા ગામે રહેતા યુવાને વ્યાજના ચક્રમાં ફસાવીને પઠાણી ઉઘરાણી કરનારા 3 વ્યાજખોરની ધરપકડ
વાંકાનેરના રાતાવીરડા ગામે રહેતા યુવાને ભાઈની સારવાર સહિતના કામ માટે રૂપિયાની જરૂર હતી ત્યારે જુદાજુદા 3 વ્યક્તિ પાસેથી 30 થી 35 ટકા ના ઊંચા વ્યાજે રૂપિયા લીધા હતા અને વ્યાજે લીધેલા રૂપિયા કરતાં વધુ રૂપિયા પાછા આપી દીધા હતા છતાં પણ વ્યાજ અને પેનલ્ટી ગણીને યુવાન પાસેથી વધુ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા જેથી યુવાને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરેલ છે.
વાંકાનેરના રાતાવીરડા ગામે રહેતા અને લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા પ્રવીણભાઈ હરખાભાઈ ઉકેડીયાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજયભાઈ રમેશભાઈ અબાસણીયા બીજલભાઇ ઉર્ફે ભોજાભાઇ બેચરભાઈ ગીગોરા અને હિતેશભાઈ મગનભાઈ પટેલ સામે ફરિયાદ કરી હતી કે, તેઓને મજૂરનો પગાર ચૂકવવા અને ભાઈની સારવાર માટે વર્ષ 2024 માં રૂપિયાની જરૂર પડતા તેઓએ અજયભાઈ પાસેથી 3 લાખ રૂપિયા 30 થી 35 ટકાના વ્યાજે લીધેલા હતા અને વ્યાજ તથા પેનલ્ટીની રકમ ઉમેરીને ફરિયાદી પાસેથી આઠ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી ત્યારે ફરિયાદીએ કુદરતની બીક રાખીને મૂળ રકમ લઈ લેવા કહ્યું હતું અને તે સમયે અજયભાઈએ ફરિયાદીને છરીના ઘોડદા મારી દેવાની ધમકી આપીને છરી અડાડી હતી અને 5 લાખ રૂપિયા કઢાવી લીધા હતા આમ અજય ભાઈને વ્યાજ પેટે 30 લાખ રૂપિયાના મુદ્દલની રકમ ચૂકવી દીધી હતી છતાં પણ તેની પાસેથી વ્યાજનું વ્યાજ ગણીને વધુ 3 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી અને પઠાણી ઉઘરાણી કરીને ઘર વેચીને નાણા ચુકવવા ધાક ધમકી આપવામાં આવતી હતી દરમિયાન ફરિયાદીએ બીજલભાઇ પાસેથી દોઢ લાખ રૂપિયા 35 ટકાના વ્યાજે લીધા હતા અને તેની સામે આશરે 5 લાખ રૂપિયા જેટલું વ્યાજ તથા મુદલ ચૂકવી દીધા હતા છતાં પણ વ્યાજ અને પેનલ્ટી ગણીને 1.20 લાખ રૂપિયા દેવા માટે ફરિયાદી અને તેના છોકરાઓને મારી નાખવાની ધમકી આઈ હતી અને ફરિયાદી પાસેથી બળજબરીથી બાઇક નંબર જીજે 36 બીસી 0783 જેની કિંમત 98,681 હપ્તેથી લેવડાવીને બાઈક બળજબરીથી બીજલભાઇએ પડાવી લીધું હતું અને 20 હજાર રૂપિયા દેવાના બાકી તેવું કહી ફરિયાદીના ઘરે જઈને પૈસાની પઠાણી ઉઘરાણી કરી હતી
જ્યારે આરોપી હિતેશભાઈ પટેલે ફરિયાદીના પત્નીના સોનાના દાગીના આશરે સાડા ત્રણ તોલા જેટલા વજનના બેન્કમાં ગીરવે પડેલા તે છોડાવીને વગર વ્યાજે 3.56 લાખનું ધિરાણ કરી ફરિયાદીએ દાગીના છોડાવતા આરોપીએ ફરિયાદીને આ રૂપિયા ઉપર વ્યાજ આપવું પડશે તેવું કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ફરિયાદીના પત્નીના સાડા ત્રણ તોલાના દાગીના પડાવી લઈ ઊંચું વ્યાજ ગણીને 8,00,000 ની માંગણી કરી હતી આમ જુદા જુદા સમયે ત્રણેય વ્યક્તિઓએ યુવાનને વ્યાજના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરીને ધમકી આપી હતી. હાલમાં વાંકાનેર તાલુકા પીઆઈ બી.વી.પટેલ અને પીએસઆઈ ડી.વી.ખાંભલા તથા તેની ટીમે આરોપી અજયભાઈ રમેશભાઈ અબાસણીયા (23) રહે. રાતાવિરડા, બીજલભાઇ ઉર્ફે ભોજાભાઇ બેચરભાઈ ગીગોરા (38) રહે. લાકડધાર અને હિતેશભાઈ મગનભાઈ કકાસાણીયા (39) રહે. રવપર રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી 98,000 ની કિંમતનું બાઇક, 3 લાખ રૂપિયાની કિંમતની સ્વિફ્ટ કાર રિકવર કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે.









