મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેરમાં બાઈક સ્લીપ થતા યુવકનું મોત


SHARE







વાંકાનેરમાં બાઈક સ્લીપ થતા યુવકનું મોત

વાંકાનેરના જીનપરામાં રહેતા મૂળ રાજસ્થાનના શ્રમિક યુવક અજયકુમાર મધુરમ વર્મા (ઉંમર વ.30)નું બાઈક સ્લીપ થતા ગંભીર ઈજા થતા સારવારમાં મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, અજય ગઈકાલે બપોરે 3.30 વાગ્યાં આસપાસ વાંકાનેર ચોકડી પાસે અકસ્માત સબબ બેભાન હાલતમાં મળ્યો હતો.

તેને 108 મારફતે વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં લાવતા ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરાયો હતો. જેનું ચાલુ સારવાર દરમ્યાન રાત્રે 10.20 વાગ્યા આસપાસ મોત નીપજ્યું હતું. તે મૂળ રાજસ્થાનનો વતની હતો. તે મજૂરી કામ કરતો.કામ પતાવી ઘરે જતો હતો ત્યારે બાઈક સ્લીપ થઈ જતા અકસ્માત સર્જાયો હતો. પોલીસે મૃતદેહ પીએમ માં ખસેડીને જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક યુવાનના પરિવારમાં શોક છવાયો હતો॰ #મોરબી #morbi 






Latest News