મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

અપમૃત્યુના 3 બનાવ: ટિંબડી નજીક યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત, શોભેશ્વર રોડે શોર્ટ લગતા યુવાનનું મોત, ટંકારાને મિતાણા નજીક કૂવામાં પડી જવાથી યુવાનનું મોત


SHARE







અપમૃત્યુના 3 બનાવ: ટિંબડી નજીક યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત, શોભેશ્વર રોડે શોર્ટ લગતા યુવાનનું મોત, ટંકારાને મિતાણા નજીક કૂવામાં પડી જવાથી યુવાનનું મોત

મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ કારખાનાના લેબર ક્વાર્ટરમાં યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જ્યારે શોભેશ્વર રોડ ઉપર આવેલ મફતીયાપરા વિસ્તારમાં ઈલેક્ટ્રીક શોટ લાગવાથી યુવાનનું મોત નીપજયું હતું અને ટંકારા તાલુકાના મીતાણા નેકનામ રોડ ઉપર આવેલ માતાજીના મંદિર પાસે કૂવામાં પડી જવાથી પાણીમાં ડૂબી જતા યુવાનનું મોત નિપજ્યું છે.  

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ટિંબડી ગામના પાટિયા પાસે આવેલ નિચીકેતા પ્રિન્ટ પેકેજીંગ નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા સંજીતકુમાર રામસુરત રાઇ (28) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની કારખાનેદાર અમિતભાઈ વાલમજીભાઈ ગામી (42એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે 

 મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ વિકાસ વિદ્યાલય સામેના ભાગમાં મફતીયાપરા વિસ્તારમાં રહેતા મનસુખભાઈ કાળુભાઈ મૂછડિયા (40) ને કોઈપણ કારણોસર ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી તેનુ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી. તો ટંકારા તાલુકાના મીતાણા ગામ પાસે આવેલ પ્રભુનગરમાં રહેતા જુગ્નુ દિનેશભાઈ ગજેરા (26) નામનો યુવાન માનસિક અસ્થિર હોય મિતાણા નેકનામ રોડ ઉપર આવેલ શીતળા માતાજીના મંદિર સામે આવેલ કુવામાં પડી ગયો હતો અને ત્યાં કુવાના પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની મૃતક યુવાનના પિતા દિનેશભાઈ મોહનભાઈ ગજેરા (52) રહે. મીતાણા પ્રભુનગર વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી.






Latest News