વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના ખાખરાળા ગામ પાસે ટ્રક ટ્રેલરની સાથે ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં પગ કપાઈ જવાથી યુવાનનું મોત


SHARE









મોરબીના ખાખરાળા ગામ પાસે ટ્રક ટ્રેલરની સાથે ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં પગ કપાઈ જવાથી યુવાનનું મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખાખરાળા ગામ પાસેથી ટ્રક લઈને પસાર થયેલા યુવાનનો ટ્રક સામેથી આવી રહેલા ટ્રક ટ્રેલર સાથે અથડાયો હતો જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવમાં ટ્રક ચાલકને ગંભીર ઈજા થઈ હતી અને તેનો જમણો પગ કપાઈ ગયો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે મૃતક ટ્રક ચાલક સામે ગુનો નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ રાજસ્થાનના રહેવાસી મંગલારામ હનુમાનરામ સારણ (33)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માતના બનાવમાં મૃત્યુ પામેલ દીપકભાઈ વિશ્વનાથભાઈ રજક રહે. મધ્યપ્રદેશ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખાખરાળા ગામ પાસેથી ફરિયાદી પોતાનો ટ્રક ટ્રેલર નંબર આરજે 39 જીબી 1528 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે સામેના ભાગેથી મૃતક દીપકભાઈ રજક પોતાના હવાલા વાળો ટ્રક નંબર જીજે 25 યુ 5357 લઈને આવી રહ્યા હતા અને તેઓએ પોતાનો ટ્રક ફરિયાદીના ટ્રક ટ્રેલર સાથે સામેથી અથડાવ્યો હતો જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવમાં દીપકભાઈને શરીરને ગંભીર ઇજાઓ થઈ હતી અને તેઓનો જમણો પગ કપાઈ ગયો હતો જેથી દીપકભાઈનું મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે હાલ ટ્રક ટ્રેલરના ચાલકે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મૃતકની સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News