મોરબીમાં  નમોવન ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં વૃક્ષ, પ્રકૃતિ અને પર્યાવરણ પૂજનનો કાર્યક્રમ યોજાયો સેવા એજ સત્કર્મ: મોરબીના  રામ ચરિત મેડિકલ સેવા કેન્દ્ર દ્વારા પાટીદાર સમાજની દીકરોને મદદરૂપ થવા અનોખો મોરબીમાં રોશનીના પર્વ ઉપર સ્વચ્છતાના અજવાળા કરતા સફાઈ કર્મયોગીઓનું ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું વિશેષ સન્માન મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના ડાયમંડનગર (આ) ખાતે કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ-અખંડ વિષ્ણુ યજ્ઞનું ભવ્ય આયોજન વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 39 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા 8.56 લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ


SHARE































મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ

મોરબી જિલ્લાના વહીવટી તંત્રને વધુ સુદ્રઢ, પારદર્શક અને લોકાભિમુખ બનાવવાના આશય સાથે જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રજાલક્ષી સેવાઓ, વહીવટી સુધારણા અને સરકારી યોજનાઓના સુચારુ અમલીકરણ અંગે સકારાત્મક અને વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન કલેક્ટર સ્વપ્નિલ ખરેએ ‘સ્વાગત ઓનલાઇન પોર્ટલ’ પર પડતર રહેલી અરજીઓ, જન્મ તારીખના દાખલા આપવામાં થતો વિલંબ અને ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીના વિતરણને લગતી સમસ્યાઓ અંગે ઝીણવટભરી સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને આ પ્રશ્નો અગ્રતાના ધોરણે ઉકેલવા નિર્દેશ આપ્યા હતા.કલેક્ટરએ ડિજિટલાઇઝેશનને વેગ આપવા તમામ કચેરીઓને ‘ઇ-સરકાર’ પ્રણાલી અપનાવવા જણાવ્યું હતું, જેની પેન્ડન્સીની નિયમિત સમીક્ષા કરવામાં આવશે. વહીવટી તંત્રના સંવેદનશીલ અભિગમને ઉજાગર કરતા તેમણે નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન કેસની કામગીરી સત્વરે પૂર્ણ કરવા અને કચેરીઓમાં આવતી તમામ અરજીઓનો સમયમર્યાદામાં હકારાત્મક નિકાલ કરવા કડક સૂચના આપી હતી. ગામડાઓની મુલાકાત બાદ અધિકારીઓએ આપેલ અહેવાલની પણ સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી હતી.

આ બેઠકમાં ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષક ડૉ.સુનિલકુમાર બેરવાલ, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી સહિત જિલ્લાના વહીવટી અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા












Latest News