મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા


SHARE









મોરબીa જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ;  મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા

વાંકાનેરમાં લાલજી ભગતની જગ્યાના વિકાસની દરખાસ્ત યાત્રાધામ વિકાસ બોર્ડને મોકલાશે; રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની ઉપસ્થિતિ, મોરબીની ઐતિહાસિક વિરાસતોના રિસ્ટોરેશન, રિનોવેશન અને કેટલોગિંગ પર સાંસદનો વિશેષ ભાર

મોરબી જિલ્લાને પ્રવાસન નકશા પર વધુ સુદ્રઢ સ્થાન અપાવવા અને અહીંના ઐતિહાસિક વારસાના જતન માટે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રવાસન વિકાસ સોસાયટી’ની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં કલેક્ટર સ્વપ્નિલ ખરેએ પ્રવાસન સોસાયટીના ચાલુ વિકાસ કામોની સમીક્ષા કરતાં વાંકાનેર તાલુકાના પ્રખ્યાત ધાર્મિક સ્થળ 'લાલજી ભગતની જગ્યા' ના સર્વાંગી વિકાસ માટેની દરખાસ્ત તૈયાર કરી 'ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ' ને મોકલી આપવા અંગે જરૂરી ચર્ચા વિચારણા કરી હતી. સાથોસાથ સુપ્રસિદ્ધ તીર્થધામ જડેશ્વર ખાતે ચાલી રહેલા પ્રવાસન વિકાસના કાર્યોની પ્રગતિ તેમજ મોરબીના મચ્છુ ડેમ-૨ ખાતે પ્રવાસીઓ માટે આકર્ષક ‘આઈ-લેન્ડ’ વિકસાવવા બાબતે સઘન સમીક્ષા હાથ ધરી જરૂરી વહીવટી મંજૂરીઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

બેઠક દરમિયાન પ્રાસંગિક સૂચનો આપતા રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લો અદ્ભુત જહેરિટેજ સાથે સાંસ્કૃતિક વિરાસત ધરાવે છે. આ જગ્યાઓને આઇડેન્ટિફાય કરી તેનું પ્રોપર કેટલોગિંગ કરવું જરૂરી છે, જેથી આ હેરિટેજ સ્થળોનું સુવ્યવસ્થિત રિસ્ટોરેશન અને રિનોવેશન કરી શકાય.આ બેઠકમાં નાયબ વન સંરક્ષક ડૉ.સુનિલકુમાર બેરવાલ, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિત રહ્યા હતા.




Latest News