મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીમાં બેંકની લોન ભરપાઈ કરનારા ગ્રાહકના મકાનો દસ્તાવેજ બેંકે ખોઈ નાખ્યો !, ગ્રાહક કોર્ટે આપ્યો મહાવપૂર્ણ ચુકાદો


SHARE







મોરબીમાં બેંકની લોન ભરપાઈ કરનારા ગ્રાહકના મકાનો દસ્તાવેજ બેંકે ખોઈ નાખ્યો !, ગ્રાહક કોર્ટે આપ્યો મહાવપૂર્ણ ચુકાદો

મોરબી સામાકાંઠામાં અરૂણોદયનગરમાં રહેતા દિનેશચંદ્ર જેચંદભાઈ મહેતાએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પરા બઝારમાંથી મકાન લોન લીધેલ હતી અને લોન પુરી થયા છતા દસ્તાવેજ પરત નહી આપતા તેમણે મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરતા કોર્ટે હુકમ કર્યો હતો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ દસ્તાવેજ પરત કરવો અને રૂપિયા ૧૦,૦૦૦ ખર્ચના આપવાના રહેશે.

મોરબી સામાકાંઠામાં અરૂણોદયનગરમાં રહેતા દિનેશચંદ્ર જેચંદભાઈ મહેતાએ તેનું મકાન સુમતીનગર, વાવડી રોડ પર હતું તેના ઉપર તા. ૧૬/૧૨/૨૩ ના રૂપિયા ૫,૦૦,૦૦૦ ની લોન લીધેલી તે તમામ રકમ તા. ૩/૧૨/૨૪ માં ભરપાઈ કરી આપેલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ એન.ઓ.સી. આપેલ પણ ફરીયાદીના મકાનનો અસલ દસ્તાવેજ પરત આપેલ નહીં. અને ફરીયાદીએ અવાર નવાર બેંકે ધક્કા ખાધા ત્યારે અંતે તેને એવું કહેવામાં આવ્યું કે તમારા મકાનના દસ્તાવેજની ફાઈલ ખોવાઈ ગયેલ છે. તેથી નહી મળતા દિનેશચંદ્ર જેચંદભાઈ મહેતાએ મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા મોરબી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરીયાદ દાખલ કરેલ હતી અને આ કેસ ગ્રાહક કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં જજ સાહેબે બેંકના અધિકારીને કહ્યું હતું કે ગ્રાહકે પૈસા ભરી આપેલ છે તમારે દસ્તાવેજની ફાઈલ આપવી જોઈએ. ગ્રાહકે મકાન વહેંચવું હોય, લોન લેવી હોય તો તે કેવી રીતે લઈ શકે. તમારી સેવામાં ખામી છે તમારાથી ફાઇલ ખોવાઈ કેમ ? તમારી જવાબદારી છે. માટે તમારી સેવામાં ખામી બદલ કોર્ટે દિનેશચંદ્ર જેચંદભાઈ મહેતાને દસ્તાવેજની નકલ બેંકના સ્વખર્ચે રજીસ્ટાર ઓફીસમાંથી કઢાવીને આપવી અને ખર્ચ પેટે રૂપિયા ૧૦,૦૦૦ ચુકવવાનો આદેશ આપેલ છે. તેવી માહિતી સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા અને ઉપપ્રમુખ હિતેશભાઈ મહેતા પાસેથી જણાવ મળેલ છે.






Latest News