મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં NAKSHA પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ડિજિટલ લેન્ડ રેકોર્ડ આધુનિકીકરણ તરફ મહત્વપૂર્ણ પહેલ


SHARE









મોરબી શહેરમાં NAKSHA પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ડિજિટલ લેન્ડ રેકોર્ડ આધુનિકીકરણ તરફ મહત્વપૂર્ણ પહેલ

ભારત સરકારના ભૂમિ સંસાધન વિભાગ દ્વારા અમલમાં મુકાયેલ ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકર્ડ મોર્ડનાઇઝેશન પ્રોગ્રામ (DILRMP) અંતર્ગત "NAKSHA" (National Geospatial Knowledge-based Land Survey of Urban Habitation) પાયલોટ પ્રોજેક્ટ હવે મોરબી શહેરમાં અમલમાં છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ શહેરના વિસ્તારોમાં જમીન સંબંધિત રેકર્ડ, મિલકત સીમાઓ અને હકદારીની માહિતીનું આધુનિક ટેક્નોલોજી દ્વારા સર્વેક્ષણ કરી વધુ ચોક્સાઈભર્યું, પારદર્શક અને વિશ્વસનીય ડિજિટલ ડેટાબેઝ તૈયાર કરવાનો છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત જીઓસ્પેશિયલ ટેક્નોલોજી, ડિજિટલ મેપિંગ અને આધુનિક સર્વે સાધનોનો ઉપયોગ કરીને શહેરી વિસ્તારોની જમીન સંબંધિત માહિતીનું અપડેટેડ રેકર્ડ તૈયાર કરવામાં આવશે. જેના પરિણામે જમીનના નકશા અને દસ્તાવેજોમાં રહેલી વિસંગતતાઓ દૂર થશે. તેમજ નાગરિકોને મિલકત્ત સંબંધિત સેવાઓ સરળતાથી પ્રાપ્ત થઈ શકશે. નક્શા પ્રોજેક્ટથી મોરબી શહેરમાં મિલ્કત ખરીદી-વેચાણ વારસાઈ હક, વિકાસ પ્રક્રિયા અને શહેર આયોજનમાં પારદર્શિતા અને કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે તથા આ સાથે જ જમીન સંબંધિત વિવાદોમાં ઘટાડો થશે અને વિકાસ કાર્યોને વધુ ગતિ મળશે. વિવિધ સરકારી યોજનાના લાભતથા વારસાઇ, વેચાણ ઝડપી બનશે. NAKSHA પ્રોજેક્ટ માધ્યમથી મોરબી શહેરના મિલ્કત રેકર્ડને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવશે. મિલક્તોના નકશા અને દસ્તાવેજોમાં ગેરસમજ તથા વિવાદો દૂર થશે. ભવિષ્યમાં નગર આયોજન પ્રક્રીયા વધુ વૈજ્ઞાનિક અને પારદર્શક બનશે.




Latest News