મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન


SHARE







ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન

કાગવડ શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલના 61 મા જન્મદિવસ નિમિત્તે જુદીજુદી 65 થી વધારે જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને તેની સાથે વૃક્ષારોપણ, દિવ્યાંગ બાળકોને ભોજન, પુસ્તકો તથા સ્ટેશનરી કિટ આપવા સહિતની સેવાકિય પ્રવૃતિ કરવામા આવશે.

ટંકારામાં પણ મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને વૃક્ષારોપણનુ આયોજન શ્રી ખોડલધામ પરિવાર મોરબી જીલ્લા અને શ્રી સરદાર લેવા પટેલ સમાજ ટંકારા દ્વારા કરવામાં આવ્યું છે અને તા. 11/7/2026 ને શનિવારના રોજ બપોરે 3:30 થી સાંજે 7:30 સુધી મેગા બ્લડ ડોનેશન કેમ્પ દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે યોજાશે જેમાં રક્તદાતાઓએ રક્તદાન કરવા માટે આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.






Latest News