મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત


SHARE









મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત

મોરબીના જુના ઘ્ંટુ રોડે આવેલ કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાને કોઈ કારણસર લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ જીલટોપ સિરામિક કારખાનામાં રહેતા વિજેન્દ્રસિંહ નારાયણસિંહ (23) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર લેબર કવાર્ટરની અંદર હતો ત્યારે ત્યાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં આગળની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના વિજયભાઈ મિયાત્રા ચલાવી રહ્યા છે અને યુવાને કયા કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં આગળની તપાસ કરવામાં આવી રહી છે

ઝેરી દવા પીધી

મોરબીના નાગડાવાસ ગામે રહેતા ઠાકૂરભાઈ સાદુભાઈ અમલીયાર (21) નામના યુવાને કોઇ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મારા મારીમાં ઇજા

મોરબીના રફાળેશ્વર ગામે રહેતા અશોકભાઈ કેશવભાઈ પરમાર (60) નામના વૃદ્ધને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News