મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ
Breaking news
Morbi Today

મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું


SHARE









મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું

મોરબી મહાપાલિકાના વોર્ડ નં. 9 માં કન્યા છાત્રાલય રોડથી બાયપાસ રોડ તરફ સરદારનગર સોસાયટી પાસે ભૂગર્ભ ગટરની કામગીરી પૂર્ણ થયા બાદ વરસાદને કારણે રોડ પર પાણી ભરાવા અને કાદવ સર્જાવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હતો. જેથી કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા, નૂતનબેન વિડજા, નવનિતભાઈ કુંડારિયા અને હિરેનભાઈ કરોતરાએ મહાપાલિકામાં રજૂઆત કરી હતી. જેને ધ્યાને લઈને સ્થળ ઉપર મેટલ પાથરી રોડને સમથળ કરવામાં આવ્યો હતો. અને લોકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે ઉદ્યોગપતિ મુકેશભાઈ કુંડારિયાએ પોતાના ખર્ચે રોડ ઉપર રોડ રોલર ફેરવવાની કામગીરી કરાવી હતી.




Latest News