મોરબીના રામધન આશ્રમ ખાતે ગેટનું ધોરીયાણી પરિવાર દ્વારા કરાયું લોકાર્પણ મોરબી ગાયત્રી પરિવાર દ્વારા માનસર ગામે પર્યાવરણ સંવર્ધન મહાઅભિયાન-મયુર નેચર ક્લબ, વન વિભાગ દ્વારા ફ્રી રોપા વિતરણ મોરબીમાં શિક્ષણ સેવા સંગઠન પર્વની ઉજવણી સંપન્ન તું અમને જોઈતી નથી, તને રાખવી નથી કહીને મોરબીમાં મહિલાને માર મારીને ઘરમાંથી કાઢી મૂકી: પતિ સહિત 5 સામે ફરિયાદ મોરબી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા બે રાહદારી યુવાનોને સારવારમાં ખસેડાયા હળવદના કવાડીયા ગામે કામ ધંધો કરવા માટે પિતાએ ઠપકો આપતા યુવાને કર્યો આપઘાત ટંકારાના નેકનામ ગામે વાડીએ પરિણીતાએ જીવન ટુકાવ્યું: મોરબીના કેરાળા ગામ નજીક કેનાલમાં ડૂબી જવાથી મહિલાનું મોત મોરબીમાં ઘરમાંથી 29.24 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ પકડાયો: 1.09 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

ઇકોમાં ચોરખાના બનાવીને દારૂની હેરાફેરી!: મોરબી નજીકથી 493 બોટલ દારૂ સહિત 5.28 લાખના મુદામાલ સાથે એક પકડાયો, બે ની શોધખોળ


SHARE







ઇકોમાં ચોરખાના બનાવીને દારૂની હેરાફેરી!: મોરબી નજીકથી 493 બોટલ દારૂ સહિત 5.28 લાખના મુદામાલ સાથે એક પકડાયો, બે ની શોધખોળ

પાટણ જીલ્લાના સાંતલપુર પોલીસ સ્ટેશનના ઇંગ્લીશદારૂના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને મોરબીના મચ્છુ-૨ ડેમ પાસેથી ઇકોકારમાં દારૂની હેરફેરી કરતાં ઝડપી લેવામાં આવેલ છે અને એલસીબીની ટીમે ઇંગ્લીશ દારૂની નાની 493 બોટલો જેની કિંમત 1,28,513 તથા અન્ય મુદામાલ મળીને 5,28,513 નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.

મોરબી જિલ્લા એલસીબીના ઇન્ચાર્જ પીઆઇની સૂચના મુજબ અધિકારી અને કર્મચારી કામ કરી રહ્યા છે તેવામાં એલસીબીની ટિમ મોરબી તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે સ્ટાફને મળેલ બાતમી આધારે મચ્છુ-2 ડેમ પાસે વોચ રાખવામા આવી હતી ત્યારે મળેલ બાતમી મુજબની ઇકો કાર નંબર જીજે 9 બીજે 4437 ત્યાંથી પસાર થઈ હતી જેને કેનાલ પાસે રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે કારમાં વિદેશી દારૂ ભરીને મોરબીના બ્રિજરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલા નામનો શખ્સ રફાળેશ્વર તરફથી જોધપર નદી ગામ બાજુ આવી રહ્યો હતો જેને પકડવામાં આવેલ છે.

વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઇકો ગાડીમાં પાછળના ભાગે તથા ગાડીની નીચે એમ જુદાજુદા બે ચોર ખાના બનાવવામાં આવ્યા હતા જેમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને તેની હેરાફેરી કરવામાં આવી રહી હતી જેથી પોલીસે દારૂની જુદીજુદી બ્રાન્ડની નાની 493 બોટલો જેની કિંમત 1,28,513 તથા અન્ય મુદામાલ મળીને 5,28,513 નો મુદામાલ કબ્જે કર્યો છે અને ગાડીના ચાલક આરોપી બ્રિજરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલા ઉ.વ.૩૩ રહે. હાલ સુવાડાગામ કટોસણ રોડ તાલુકો દેત્રોજ જીલ્લો મહેસાણા મુળ રહે.મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ આરોપી સાંતલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દારૂના ગુનામાં નાસતો ફરતો હતો જેથી ત્યાં પણ આરોપી પકડાયેલ હોવાની જાણ કરવામાં આવેલ છે.

વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પકડાયેલ આરોપી પાસેથી દારૂ મોકલાવનાર તરીકે પ્રવિણસિંહ ઝાલા રહે. થરા તાલુકો કાંકરેજ અને દારૂનો જથ્થો મંગાવનાર તરીકે અરવિંદભાઇ દાદુભાઇ બાટી રહે. વજેપર મોરબી વળાના નામ સામે આવેલ છે જેથી કરીને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં કારના ચાલક, દારૂનો જથ્થો મોકલનાર તથા મંગાવનાર સામે ગુનો નોંધીને પોલીસે બાકીના બે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. આ કામગીરી એલસીબીના ઇન્ચાર્જ પીઆઇની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.






Latest News