ઇકોમાં ચોરખાના બનાવીને દારૂની હેરાફેરી!: મોરબી નજીકથી 493 બોટલ દારૂ સહિત 5.28 લાખના મુદામાલ સાથે એક પકડાયો, બે ની શોધખોળ મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્રનો શનિવારથી શુભારંભ મોરબીમાં નંદીઘરના સંચાલન માટે 5 કોર્ટપોરેટરનો સમાવેશ કરીને બનાવવામાં આવી કાર્યકારી મોનિટરિંગ ટીમ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ છાત્રો કી ગુંજ કાર્યક્રમ અંતર્ગત સહી ઝુંબેશ અમદાવાદ ખાતે યોજાયેલ રાઇફલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં મોરબીના દીપ પટેલે મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીમાં યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબીમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને કારકિર્દી સેમિનાર યોજાશે સરકારના નવો પરિપત્ર જ મંજૂર નથી તો MRC કમિટીમાં રહેવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી: મોરબીના જેતપર ગામના ખેડૂતો
Breaking news
Morbi Today

મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્રનો શનિવારથી શુભારંભ


SHARE







મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્રનો શનિવારથી શુભારંભ

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્રનો શુભારંભ તા. 18 ને શનિવારથી થઈ રહ્યો છે અને ત્યાં વિનામૂલ્યે નાડી પરિક્ષણ દ્વારા અસાધ્ય રોગોનો ઇલાજ તથા પીડા રહિત દાંતની સંપૂર્ણ સારવાર કરવામાં આવશે.

મોરબીના આંદરણા ગામે કેશવાનંદ બાપુની પ્રેરણાથી માઁ કનકેશ્વરી દેવીની હાજરીમાં ભારતીય પ્રાચીન યોગપધ્ધતિથી દાંતની સારવાર તથા અનુભવી વૈધરાજ દ્વારા નાડી પરિક્ષણના નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરેલ છે. તથા પ્રાકૃતિક ભોજન પધ્ધતિથી સ્વાસ્થ્યનું માર્ગદર્શન આપવામાં આવશે. આંદરણા ગામ તથા આસપાસના તમામ ગ્રામજનોને આ સેવાનો લાભ લેવા માટે આયોજકોએ અનુરોધ કર્યો છે. ખાસ કરીને દંત ચિકિત્સક મહામંડલેશ્વર સ્વામી શ્રધ્ધાનંદ ગિરીજી મહારાજ કોઇપણ પ્રકારની પીડા વગર ઇંજેક્શન વગર જાલંધર યોગ પધ્ધતિથી દાંત કે દાઢ કાઢવા તથા દાંતની સંપૂર્ણ સારવાર તેમજ મોઢાના ચાંદાની પણ સારવાર આપશે. અને દર્દીને ડાયાબિટીશ હોય તો પણ કોઈ જ નુકશાન વગર દાંત કાઢી આપવામાં આવશે. તેના માટેનો સમય સવાર: ૯.૦૦ વાગ્યાથી રહેશે. જયારે નાડી પરિક્ષણ વૈધ રણજીતસિંહ (ભીખાબાપા) લાલભાઈ નાડી પરિક્ષણથી શરીરના અસાધ્ય રોગોની ચિકિત્સા કરશે અને તેનો સમય બપોરે ૪.૦૦ વાગ્યાથી રહેશે. તેવી જ રીતે પ્રાકૃતિક આહાર પધ્ધતિ માટે બી.વી. ચૌહાણ તથા રાજેશભાઈ પટેલ (ડૉ. ગ્રીન) માત્ર ભોજનના પરિવર્તનથી સ્વાસ્થ્યનું માર્ગદર્શન આપશે અને તેનો સમય સવારે ૯.૦૦ થી ૧૨.૦૦ વાગ્યા સુધીનો રહેશે. આ કાર્ય શ્રી કનકેશ્વરી દેવી ગુરૂ કેશવાનંદ બાપુ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને વધુ માહિતી માટે મોબાઈલ ૯૭૨૭૭ ૩૧૩૬૧, ૯૮૨૫૨ ૫૧૯૭૯, ૮૫૧૧૦ ૫૭૯૩૩ ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.






Latest News