મોરબીમાં B.A.M.S. DRS એસો. અને વૈદ્યસભા દ્વારા શરદોત્સવ-2026નું આયોજન
મોરબી મહાપાલિકને ફટાકડાના 4 સ્ટોલની હરરાજીથી 2.37 લાખની આવક
SHARE
મોરબી મહાપાલિકને ફટાકડાના 4 સ્ટોલની હરરાજીથી 2.37 લાખની આવક
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ઓમ શાંતિ ગ્રાઉન્ડમાં ફટાકડા સ્ટોલ માટે મહાપાલિકા દ્વારા હરરાજી રાખવામા આવી હતી અને 7 પૈકીનાં 4 સ્ટોલ માટે કરવામાં આવેલ હરરાજીથી મહાપાલિકાને 2.37 લાખની આવક થયેલ છે.
મોરબીમાં શનાળા રોડ ઉપર આવેલ ઓમ શાંતિ ગ્રાઉન્ડમાં ફટાકડાના તા 2 થી 8 સુધી સ્ટોલ રાખવા માટે મહાપાલિકા દ્વારા 7 સ્ટોલ ફટાકડાના ઊભા કરવામાં આવશે અને તેની હરરાજી મહાપાલિકા ખાતે રાખવામા આવી હતી જો કે, 7 પૈકીનાં 3 સ્ટોલ ગૌશાળાના લાભાર્થે બેઝ પ્રાઈઝ ઉપર આપવામાં આવેલ છે જો કે, બાકીના 4 સ્ટોલ માટે હરરાજી કરવામાં આવી હતી જેની બોલી લગાવવામાં આવતા એક સ્ટોલના 65,000, બીજા સ્ટોલના 60,000, ત્રીજા સ્ટોલના 56,500 અને ચોથા સ્ટોલના 56,000 આસામી દ્વારા બોલવામાં આવ્યા હતા જેથી તેઓને સ્ટોલ ફાળવવામાં આવેલ છે અને વધુમાં અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ કુલ મળીને 59 અરજીઓ આવી હતી જેમાંથી 5 અરજીઓ રીજેક્ટ કરી હતી અને બાકીના આસામીઓએ હરરાજીમાં ભાગ લીધેલ હતો. અને મોરબીની રવાપર ચોકડી પાસે પણ ફટાકડાના સ્ટોલ માટે અરજીઓ મળી હતી જો કે ત્યાંની ટ્રાફિક સમસ્યાને ધ્યાને રાખીને ત્યાં સ્ટોલ માટે મંજુરી આપવામાં આવી નથી.