મોરબીના સેવાભાવી નિવૃત શિક્ષિકા નિતાબેન પટેલ દ્વારા માધાપરવાડી કન્યા શાળાના પુસ્તકાલયમાં પુસ્તકો માટે દાન અર્પણ
SHARE
મોરબીના સેવાભાવી નિવૃત શિક્ષિકા નિતાબેન પટેલ દ્વારા માધાપરવાડી કન્યા શાળાના પુસ્તકાલયમાં પુસ્તકો માટે દાન અર્પણ
મોરબીની ડી.જે.પી.કન્યા વિદ્યાલયના નિવૃત્ત શિક્ષિકા નિતાબેન પટેલે માધાપરવાડી કન્યા શાળામાં પ્રવેશોત્સવ નિમિત્તે સ્કૂલબેગ તેમજ નોટબુક સ્ટેશનરી વગેરેનું દાન આપે છે, હાલમાં નિતાબેને વધુ એક વખત માધાપરવાડી કન્યા શાળાની બાળાઓ માટે ધો.5 ની વિદ્યાર્થીનીઓ માટે લેવાતી કોમન એન્ટર ટેસ્ટ અને ધો.8 ની વિદ્યાર્થીઓની માટે NMMS ની પરીક્ષાની પૂર્વ તૈયારી માટેની બંને ધોરણની 80 એંસી જેટલી દરેક બાળાઓને રૂપિયા 270/- ની કિંમતનું એક પુસ્તક અર્પણ કરેલ છે તેમજ પુસ્તકાલય માટે પુસ્તકો ખરીદવા પોતાના પરસેવાની કમાણીમાંથી કુલ મળી એક લાખ રૂપિયાની ધનરાશી અર્પણ કરેલ છે, અત્રે ઉલ્લેખનીય છે કે નિતાબેન પટેલ છેલ્લા ચાર વર્ષથી નિવૃત થયા હોવા છતાં નિયમિત પોતાની ફરજ બજાવે છે અને વિદ્યાર્થીઓ માટે અવારનવાર જરૂરી શૈક્ષણિક વસ્તુઓ અર્પણ કરતા રહે છે, 62 વર્ષની જૈફવયે પણ ખુબજ ઉત્સાહથી સમાજોપયોગી કાર્ય કરતા હોય સમગ્ર શાળા પરિવારે નિતાબેનનો આભાર પ્રકટ કરેલ છે.