મોરબી બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ અગેચણિયાની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો-ઓપ્ટ મેમ્બર તરીકે કરાઇ નિમણૂક ગુજરાત પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે મોરબી-રાજકોટ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હંસાબેન પારેઘીની વરણી હળવદના ચરાડવા પાસે ગોડાઉનમાંથી જીરૂના જથ્થાની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના ઉંચી માંડલ પાસે ક્રેન ચાલકે હડફેટે લેતા યુવતીનું મોત મોરબીના રંગપર પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી આધેડ મહિલાનું મોત માળિયા (મી) નજીકથી કતલખાને લઈ જવાતા 71 ઘેંટા ભરેલ ટ્રક સાથે 4 શખ્સ પકડાયા મોરબીના ડાયમંડનગર સામે કવાર્ટરમાં અને વાંકાનેર શહેરમાં એક-એક યુવને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી ગામેથી કહ્યા વગર યુવાન ગુમ


SHARE







મોરબીના પાનેલી ગામેથી કહ્યા વગર યુવાન ગુમ

મોરબીના પાનેલી ગામે ઘરેથી કંઈ કહ્યા વગર યુવાન નીકળ્યો હતો અને બાદમાં પરત આવ્યો ન હોય હાલ પોલીસમાં જાણ કરવામાં આવેલ છે.

મોરબીના પાનેલી ગામે રહેતા સંજયભાઈ રૂખડભાઈ પરસાડીયા ભરવાડ નામના ૪૩ વર્ષીય યુવાને પોલીસ સ્ટેશન ખાતે જાહેર કર્યું હતું કે, તેમનો દીકરો ઉમેશ સંજયભાઈ પરસાડીયા (૨૨) રહે.પાનેલી તા.૧૦-૭ ના રોજ રાત્રિના ૧૦:૩૦ વાગ્યે ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર બહાર ગયો હતો. અને બાદમાં પરત આવ્યો ન હોય ઘરમેળે શોધખોળ કરવામાં આવી હતી.છતાં પણ ગુમ થયેલા ઉમેશનો કોઈ પતો લાગ્યો ન હતો.હાલ તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવેલ છે. જેથી તાલુકા પોલીસ મથકના બળદેવભાઈ દેત્રોજા દ્વારા આ બાબતે નોંધ કરીને તપાસ કરવામાં આવી રહી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના નગર દરવાજા ચોક પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ચંદ્રેશભાઇ રમેશભાઈ દવે (૪૫) રહે.સરદારબાગ પાછળ શનાળા રોડ મોરબી વાળાને ઇજા થતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જયારે મોરબીના મકનસર ગામે પ્રેમજીનગર વિસ્તારમાં રહેતા હીનાબેન રાહુલભાઈ જાદવ નામના ૨૩ વર્ષીય મહિલાને ઘરે ઝઘડો થયા બાદ ઢીકાપાટુનો માર મારીને ગળુ દબાવવાનો પ્રયાસ કરવામાં આવતા તેઓને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના એ.એચ.પરમાર દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી હતી.તેમજ વાંકાનેરના મહીકા ગામ પાસેથી રીક્ષા લઈને જઈ રહેલા હિતેશભાઈ ધનજીભાઈ રાઠોડ (૪૨) રહે.નવાપરા વાંકાનેરની રિક્ષાને ડમ્પર સાથે અથડામણના બનાવમાં હિતેષભાઇને ઇજાઓ થઈ હોય હિતેશભાઈ રાઠોડને સિવિલે હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમ પોલીસે જણાવેલ છે.

ત્રાજપર મારામારી

મોરબીના ત્રાજપર ગામે રહેતા દિનેશ ઘોઘાભાઇ વરાણીયા કોળી (૪૨) નામના યુવાનને રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં ત્રાજપર ચોકડી પાસે મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.જ્યારે હળવદના માથક ગામે રહેતા પરિવારની દિવ્યાબેન લાલજીભાઈ મકવાણા નામની ૩૧ વર્ષની મહીલા દવા પી ગઈ હતી.જેથી પેટમાં દુખાવો ઉપડતા સારવાર માટે અત્રેની શિવમ હોસ્પિટલે લાવવામાં આવી હતી.હોસ્પિટલ દ્રારા બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના પંકજભાઈ ગુઢડા દ્વારા નોંધ કરીને કારણ અંગે આગળની તપાસ કરવામાં આવી રહી છે.




Latest News