મોરબીના મકાનસર ગામ પાસે રીક્ષાનું ટાયર ફાટતાં બોલેરો ગાડીમાં અથડાઈ: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં
પ્રોપેન ગેસ સપ્લાઈ કરતી કંપનીએ લોભામણી લાલચ આપીને છેલ્લી ઘડીએ મારી પલટી !, હવે નેચરલ ગેસના ફાંફા: મોરબીના સિરામિક ઉદ્યોગકારો સૂડી વચ્ચે સોપારી
SHARE
પ્રોપેન ગેસ સપ્લાઈ કરતી કંપનીએ લોભામણી લાલચ આપીને છેલ્લી ઘડીએ મારી પલટી !, હવે નેચરલ ગેસના ફાંફા: મોરબીના સિરામિક ઉદ્યોગકારો સૂડી વચ્ચે સોપારી
મોરબીના સીરામીક ઉદ્યોગમાં ઉત્પાદન માટે તેને નેચરલ ગેસ અને પ્રોપેન ગેસનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જોકે, છેલ્લા ત્રણેક મહિનાથી મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા નેચરલ ગેસનો ઉપયોગ કરીને માલનું ઉત્પાદન કરવામાં આવતું હતું તેવામાં પ્રોપેન ગેસ સપ્લાય કરતી કંપની દ્વારા ઓગસ્ટ મહિનાથી નેચરલ ગેસ કરતા 15 રૂપિયા પ્રતિ કયુબિક મીટર સસ્તો પ્રોપેન ગેસ આપવા માટે ઉદ્યોગકારોને મિટિંગ અને ઈમેલ કરીને જાણ કરવામાં આવી હતી જેથી નેચરલ ગેસના બદલે પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરવા માટેનું મોટાભાગના ઉદ્યોગકારો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જો કે, ગેસની સપ્લાય ચાલુ કરતા પહેલા જ પ્રોપેન ગેસ સપ્લાઈ કરતી કંપની દ્વારા સીધો 15 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે જેથી મોરબીના ઉદ્યોગકારોની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગયેલ છે.
મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલ સિરામિકના કારખાનાની અંદર સીરામીક પ્રોડક્ટનું ઉત્પાદન કરવા માટે થઈને ગુજરાત ગેસ કંપની દ્વારા સપ્લાય કરવામાં આવતા નેચરલ ગેસનો ઉપયોગ કરીને છેલ્લા ત્રણ મહિનાથી અહીંયા ઉદ્યોગકારો દ્વારા માલનું ઉત્પાદન કરવામાં આવતું હતું જોકે, ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે શરૂ થયેલ યુદ્ધના કારણે પ્રોપેન ગેસની સપ્લાયની ચેન તૂટી ગઈ હતી અને પ્રોપેન ગેસ મળતો બંધ થઈ ગયો હતો જેથી ઉદ્યોગકારો મોંઘો પડતો હોવા છતાં પણ ગુજરાત ગેસ કંપનીનો નેચરલ ગેસ વાપરીને સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરતા હતા
તેવામાં આગામી ઓગસ્ટ મહિનાથી પ્રોપેન ગેસની સપ્લાય કરવા માટે થઈને પ્રોપેન ગેસ સપ્લાય કરતી કંપની દ્વારા અહીંના સિરામિક ઉદ્યોગકારોને 78 રૂપિયા પ્રતિ ક્યુબિક મીટરના ભાવથી પ્રોપેન ગેસ સપ્લાય કરવા માટે થઈને લેખિતમાં ઇમેલ કરીને જાણ કરવામાં આવી હતી અને તે લોકોને ગેસની જરૂરિયાત હોય તે પોતાની ડિમાન્ડ માટે થઈને લિંકમાં ફોર્મ ભરવા માટે તેને કહેવા માગ્યું હતું જેથી મોરબીના લગભગ 60 ટકા જેટલા ઉદ્યોગકારોએ નેચરલ ગેસ કરતા પ્રોપેન ગેસ સસ્તો પડતો હોવાના કારણે પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને કારખાનામાં માલનું ઉત્પાદન કરવા માટેનું આયોજન કર્યું હતું
જો કે, પ્રોપેન ગેસ સપ્લાય કરતી કંપનીમાં પ્રોપેન મેળવવા માટે થઈને લિન્કમાં ફોર્મ ભર્યા હતા. જોકે પહેલી ઓગસ્ટથી પ્રોપેન ગેસની સપ્લાય કરવામાં આવે ત્યારે પહેલા જ પ્રોપેન ગેસ કંપની દ્વારા તેના ભાવની અંદર 15 રૂપિયાથી વધુનો વધારો કર્યો છે. જેથી ઉદ્યોગકારોની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે હાલમાં મોરબી સિરામિક ઉદ્યોગકારો પાસેથી મળતી વિગત પ્રમાણે મોરબીના સિરામિક ઉદ્યોગોકારો દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી નેચરલ ગેસનો ઉપયોગ કરતો કરવામાં આવતો હોવાના કારણે અગાઉ જે માત્ર 16 લાખ ક્યુબીક મીટર જેટલો નેચરલ ગેસનો વપરાશ હતો તે ધીમે ધીમે કરતાં 85 લાખ કયુબિક મીટર સુધી પહોંચી ગયો હતો.
હાલમાં પ્રોપેન ગેસ સપ્લાય કરતી કંપની દ્વારા તેનો ભાવ નીચો આપવામાં આવ્યો હોવાના કારણે ઉદ્યોગકારોને તેના માલની પડતર કિંમત નીચે આવે તે માટે થઈને પ્રોપેન ગેસનો ઉપયોગ કરવો હોય 60 ટકા જેટલા ઉદ્યોગકારો દ્વારા પ્રોપેન ગેસ મેળવવા માટે થઈને ત્યાં લિંકમાં ફોર્મ ભરવામાં આવ્યા હતા અને ગુજરાત ગેસ કંપની દ્વારા તા. 15 થી 20 ની વચ્ચે ઉદ્યોગકારોને જે ગેસની ઓગસ્ટ મહિનામાં જરૂરિયાત હોય તેના માટેના લિંકમાં ફોર્મ ભરવા માટે કહેવામાં આવ્યું હતું અને જે ઉદ્યોગકારોએ પ્રોપેન ગેસ મેળવવા માટે ફોર્મ ભર્યા હતા તેમણે નેચરલ ગેસ મેળવવા માટે ફોર્મ ભર્યા ન હતા જો કે, ભાવની માથાકૂટમાં નેચરલ ગેસ ઉદ્યોગકારોને મળે તેમ નથી અને પ્રોપેન ગેસ તે લોકોને મોંઘો પડે છે જેથી ઉદ્યોગકારોને ગેસ માટે ઓગસ્ટ માહિનામાં હાલાકીનો સામનો કરવો પડશે તે નક્કી છે.