મોરબી બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ અગેચણિયાની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો-ઓપ્ટ મેમ્બર તરીકે કરાઇ નિમણૂક ગુજરાત પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે મોરબી-રાજકોટ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હંસાબેન પારેઘીની વરણી હળવદના ચરાડવા પાસે ગોડાઉનમાંથી જીરૂના જથ્થાની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના ઉંચી માંડલ પાસે ક્રેન ચાલકે હડફેટે લેતા યુવતીનું મોત મોરબીના રંગપર પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી આધેડ મહિલાનું મોત માળિયા (મી) નજીકથી કતલખાને લઈ જવાતા 71 ઘેંટા ભરેલ ટ્રક સાથે 4 શખ્સ પકડાયા મોરબીના ડાયમંડનગર સામે કવાર્ટરમાં અને વાંકાનેર શહેરમાં એક-એક યુવને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો


SHARE







મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો

મોરબીના યુવાનોને સિવિલ સર્વિસ ક્ષેત્રે કારકિર્દી બનાવવાની પ્રેરણા અને યોગ્ય દિશા પૂરી પાડવાના આશયથી એલ.ઈ. ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ ખાતે જિલ્લા રોજગાર કચેરી દ્વારા UPSC અને GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનો વિશેષ સેમિનાર યોજાયો હતો.આ કાર્યક્રમમાં કલેક્ટર સ્વપ્નિલ ખરે અને જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગરની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

આ તકે માર્ગદર્શન આપતા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ પોતાના અનુભવો વિશે વાત કરતા જણાવ્યું હતું કે, કોઈ પણ પરીક્ષા નાની કે મોટી હોતી નથી; યોગ્ય શિડ્યુલ, પેપર પેટર્નની સમજ અને શ્રેષ્ઠ પુસ્તકોની પસંદગી જ સફળતાનો માર્ગ પ્રશસ્ત કરે છે. તેમણે વિદ્યાર્થીઓને નિષ્ફળતાથી નાસીપાસ થયા વિના સતત પ્રયત્નશીલ રહેવા અને જરૂર જણાયે તેમનું માર્ગદર્શન મેળવવા અનુરોધ કર્યો હતો. જયારે જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગરે સેલ્ફ સ્ટડી, દૈનિક ન્યૂઝ પેપર વાંચન અને અભ્યાસને પ્રથમ પ્રાથમિકતા આપવાની બાબત પર વિશેષ ભાર મૂક્યો હતો. આ સેમિનારમાં હળવદ પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા તેમજ ડેપ્યુટી કલેક્ટર અને મોરબી શહેર મામલતદાર તુષાર ગોરવાડીયાએ પણ પરીક્ષાલક્ષી સફળ વ્યુહરચના અંગે વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. કાર્યક્રમ જિલ્લા રોજગાર અધિકારી મનીષા સાવનિયા, કોલેજના પ્રિન્સિપાલ ડૉ. આર.કે.મેવાડા સહિતના હાજર રહ્યા હતા.




Latest News