ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત


SHARE







કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત

સડક પરિવહન અને રાજય માર્ગ મંત્રી નીતિનભાઇ ગડકરી સાથે ચોમાસું સત્ર દરમ્યાન સાંસદ વિનોદભાઇ ચાવડારૂબરૂ મુલાકાત કરી હતી અને કચ્છ તેમજ મોરબીના રોડ-રસ્તા હાઇવે અને રાજમાર્ગને જોડતા ધોરી માર્ગો વિષે રજુઆત કરી હતી.

પરિવહન અને રાજય માર્ગ મંત્રી નીતિનભાઇ ગડકરી સાથે કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ લોકસભા ના ચોમાસું સત્ર દરમ્યાન રૂબરૂ મુલાકાત કરી કચ્છ અને મોરબીના રોડ - રસ્તા હાઇવે અને રાજમાર્ગને જોડતા ધોરી માર્ગો વિષે રજુઆત કરતા જણાવ્યુ હતું કે, કચ્છ એ વિકાસશીલ જિલ્લો છે. જેમાં અનેકવિધ પ્રવાસન સ્થળો મરૂ, મેરૂ અને મેરામણ થી શોભતું કચ્છ, ઔધોગિક હબ મોરબીનું ગુજરાતના બાકીના ભાગો સાથે જોડતા રોડ રસ્તા ધોરીમાર્ગ જેવા કે, કચ્છ થી મોરબી સુધી આઠ લાઇન રોડ, શેખપીર થી એરપોર્ટ સર્કલ, (પાલારા) બાયપાસ રોડ, કચ્છ જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 341 પર રતનાલ બાયપાસ સુધી ફલાય ઓવર માટે,  ગાંધીધામ (કંડલા) થી સુરજબારી સુંધીના કોસ્ટલ ગ્રીનફિલ્ડ અલાઇન્ટમેન્ટ ના શકયતા અભ્યાસ માટે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ 27 મોરબી વાંકાનેર વિભાગ પર બાયપાસ રોડ બાબતે, માળીયા - મિયાણા તાલુકાના જશાપર ગામની સીમમાંથી પસાર થતાં પ્રસ્તાવિત રોડ માટે, કચ્છમાં કોસ્ટલ ફ્રેઇટ (FREIGHT) કોરિડોર / કોસ્ટલ રોડ એક્સપ્રેસ-વે ના વિકાસ માટે ચાલી રહેલા કન્સલ્ટન્સી અવકાસમાં કંડલા-તુણાથી મુન્દ્રા સુધીના વડાલા રેલવે ક્રોસિંગ (LC-19) સુધીના આદિપુર- ભદ્રેશ્વર- મોખા સ્ટેટ હાઇવે રોડ સ્ટ્રેચનો સમાવેશ કરવા અંગે, NH - 151 A ના માળીયા-પીપળીયા સેકશનને મોજૂદા અલાઈનમેન્ટ પર બનાવવા માટે રિક્વેસ્ટ પ્રપોજડ સેમી ગ્રીન ફિલ્ડ અલાઈનમેન્ટ પર નહીં બનાવવા બાબતે રજુઆતો કરી હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને સડક પરિવહન અને રાજય ધોરીમાર્ગ મંત્રી નીતિનભાઈ ગડકરીજીના નેતૃત્વમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ રોડ રસ્તાઓ વિકાસ થઈ રહ્યો છે. ત્યારે રજૂઆત કરેલ રોડ રસ્તાની સુધારણા પ્રવાસનમાં વધારો, ટ્રાફિકમાં ઘટાડો, સલામત અને કાર્યસમ મુસાફરી, ઈંધણ બચત અને સીમા સુરક્ષા, આર્થિક વિકાસને ગતિ મળશે. ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નિતિન ગડકરીજીએ બધી જ રજુઆતોની નોંધ કરી વહેલી તકે પ્રશ્નોનું નિરાકરણની ખાતરી સાથે સકારાત્મક અભિગમ દાખવેલ છે તેમ સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું.




Latest News