ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા


SHARE







મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેની સાથે શરીર સંબંધ બાંધીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેની ફરિયાદ આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને આ કેસ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં કોર્ટે આરોપીને 10 વર્ષની સખ્ત કેદની સજા અને 25 હજારના દંડનો હુકમ કર્યો છે.

આ કેસની સરકારી વકીલ પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ 2020 મોરબી તાલુકા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તે સગીરાની સાથે વારંવાર શરીર સંબંધ બાંધી જાતીય હુમલો કરવામાં આવેલ હતો જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને આ કેસ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં જિલ્લાના સ્પેશ્યલ પોકસો જજ અને એડીશનલ સેશન્સ જજ સમક્ષ ચાલી ગયો હતો જેમાં જિલ્લાના મદદનીશ સરકારી વકીલ એન.ડી.કારીઆએ કરેલી દલીલો તેમજ રજૂ કરેલા 9 મૌખિક તેમજ 19 દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપી સંજય રાણાભાઇ સોલંકી (32)ને 10 વર્ષની સખત કેદની સજા તેમજ જુદીજુદી કલમ હેઠળ કુલ મળીને 25 હજારનો દંડ ફટકાર્યો છે. અને હાલમાં આરોપી ગુનાના કામે જેલમાંથી જામીન પર મુક્ત છે જો કે, અગાઉ કાચા કામના કેદી તરીકે ભોગવેલ સજા તેને મજરે આપવાનો હુકમ કર્યો છે.




Latest News