વાંકાનેર પાલિકાની પાણીની લાઇનમાથી ગેરકાયદે કનેક્શન લેનારા લિંબાળાના સરપંચ સામે ગુનો નોંધાયો
મોરબી પાલિકામાં યેનકેન પ્રકારે કોન્ટ્રાકટ લઈને માથું મારતા પોલીસકર્મીની રાજ્યના ડી.જી.ને કરાઇ રજૂઆત
SHARE
મોરબી પાલિકામાં યેનકેન પ્રકારે કોન્ટ્રાકટ લઈને માથું મારતા પોલીસકર્મીની રાજ્યના ડી.જી.ને કરાઇ રજૂઆત
મોરબીમાં પોલીસ ખાતાનાં કર્મચારી તેમના વિસ્તારમાં સ્થાનિક પાલિકામાં વિવિધ કોન્ટ્રાકટ લઈને અંગત માણસોના નામે કામ કરે છે અને સ્થાનિક અધિકારી અને પદાધિકારીઓ સાથે સાંઠગાંઠ કરીને ભ્રષ્ટાચાર કરે છે જેથી કરીને તેની તટસ્થ તપાસ કરવાની માંગ સાથે રાજ્યના ડી.જી.ને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે
મોરબીના અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર સાવસર પ્લોટમાં આવેલ મોરબી શોપીંગ સેન્ટરમાં ઓફિસ ધારવરા રમેશભાઈ બી. રબારી દ્વારા ગુજરાત રાજયના ડી.જી.ને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, પોલીસ ખાતાનાં કર્મચારી તેમના વિસ્તારમાં સ્થાનિક પાલિકામાં વિવિધ કોન્ટ્રાકટ લઈ કામ કરે છે અને તેઓની મુળ ફરજ બજાવતા નથી વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, આ પોલીસકર્મીનું વતન મોરબી છે અને તેઓ મોરબી જિલ્લા બહાર ફરજ બજાવે જો કે, ફરજ પર ઓછા જાય છે અને મોટે ભાગે મોરબીમાં જ રહે છે અને સ્થાનિકે મંડળો બનાવી સુધરાઈનાં કોન્ટ્રાકટ રાખે છે અને ભારે મોટી ભાગ બટાઈ કરે છે ત્યારે આવા કર્મચારીને તેમની ફરજ ઉપર રહેવા માટે યોગ્ય કરવાની માંગ કરેલ છે વધુમા એવો પણ આક્ષેપ કરેલ છે કે, પોલીસ કર્મચારી દ્વારા તેના અંગત માણસોના નામે ત્થા સ્થાનિક અધિકારી અને પદાધિકારીઓ સાથે સાંઠગાંઠ કરીને ભ્રષ્ટાચાર કરે છે અને તેના માણસોને પણ પાલીકમાં યેનકેન પ્રકારે ગોઠવી દીધેલ છે જેથી આ મુદે પણ તટસ્થ તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી માહિતી સામે આવે તેવી શક્યતા છે