મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા અડધી રાત્રે અતિ દુર્લભ બ્લડની તાત્કાલિક જરૂરિયાત પૂરી પાડી મોરબીમાં મંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે અવની સોસાયટીના રોડના કામનું કરાયું ખાતમુહૂર્ત મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીટર્નના કેસમાં આરોપીને ડબલ રકમનો દંડ-બે વર્ષની સજા મોરબી જિલ્લામાં છ જગ્યાએ યોજાયેલ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ૪૫૭ બોટલ રક્ત એકત્રિત કરાયું મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠકમાં દબાણો દૂર કરવા-જમીનની માપણી સહિતના પ્રશ્નો મંત્રીની સમક્ષ રજૂ કરાયા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે કચ્છમાં સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા મોરબીના લાલપર પાસે ગેસ પાઈપલાઈનમાં લીકેજ થતાં નાસભાગ ટંકારાના લતીપર પાસે વાહન અકસ્માત, બે યુવાન રાજકોટ ખસેડાયા
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો


SHARE





મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મનીષ વિદ્યાલય પાસેથી યુવાન પસાર થતો હતો.ત્યારે તેના ઉપર લોખંડના પાઇપ અને લોખંડના ઘણ(હથોડો) વડે હુમલો કરવામાં આવ્યો હતો.જેથી યુવાને સારવાર બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે હરેશભાઈ જલાભાઈ દેવસુર ગઢવી (૨૮) રહે.વાવડી ગામ સુમતિનાથ સોસાયટીએ સામેવાળા સલીમ ઉર્ફે સલો, બાબુ સંધિ તથા મકબુલ સંધિ રહે.ત્રણેય મોરબી સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, અગાઉ ફરિયાદીએ સામેવાળા ઉપર પોલીસ ફરિયાદ કરી હતી.અને તેઓ રસ્તામાં સામસામે મળી જતા એકબીજા સામે કાતરૂ મારતા હતા.તે બાબતનો રોષ રાખીને ઉપરોક્ત ત્રણેય ઇસમોએ લોખંડના ઘણ તથા પાઇપ વડે ફરિયાદી હરેશભાઇને બંને પગે અને ખંભાના ભાગે માર માર્યો હતો.ફેક્ચર જેવી ગંભીર ઇજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.હાલ આ બાબતે ગુનો નોંધાતા પીએસઆઇ એન.આર.વાણીયા દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મારામારીમાં ઈજા

મોરબીના સામાકાંઠે માળિયા ફાટક નજીક આવેલ કાંતિનગર વિસ્તારમાં રહેતા દિનેશભાઈ લક્ષ્મણભાઈ રીણીયા કોળી નામનો ૩૨ વર્ષના યુવાન સર્કિટ હાઉસ પાસેના બસ સ્ટેશનની બેંચ ઉપર સૂતો હતો.ત્યારે ત્રણ-ચાર લોકોએ "અહીં સુવું નહીં" તેમ કહીને ધોલ ધપાટ કરી હતી.તે દરમ્યાન તે નીચે પડી જતા નીચે પડેલો પાણો દિનેશને છાતીના ભાગમાં વાગ્યો હોય દિનેશભાઈ કોળીને અહીં સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના પંકજભાઈ ગુઢડા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના વીસીપરા કુલીનગર શેરી નંબર-૨ માં રહેતા રાહુલ દિનેશભાઈ કોળી નામના ૧૮ વર્ષના યુવાનને રાત્રીના બે વાગ્યાના અરસામાં મારામારીના બનાવમાં માથાના ભાગે ઈજા થઈ હતી.તેથી તેને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવ અંગે જાણ થતા સ્ટાફના સતિષભાઈ ગળચર દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

દારૂ સાથે પકડાયો

મોરબી બી ડિવિઝન પોલીસે મોરબી વીસીપરાથી અમરેલી ગામ તરફ જતા રસ્તે કોલસાના ડેલા પાસેથી નિકળેલા એક ઇસમને અટકાવ્યો હતો.તેની ઝડતી લેતા તેની પાસેથી દારૂનું એક નાનું ચપલુ મળી આવતા રૂપિયા ૧૮૦ ની કિંમતના દારૂ સાથે જલ્પેશ જગદીશ ધંધુકિયા કોળી (૨૨) રહે.રણછોડનગર શેરી નંબર-૧ સાંઈબાબાના મંદિર પાસે નવલખી રોડ મોરબી ની અટકાયત કરી તેની સામે ગુનો દાખલ કર્યો હતો.




Latest News