મોરબીના જીવાપર પાસે પાઇપ લાઇન પથવાના કામમાં કોન્ટ્રાકટરની ઘોર બેદરકારી: ખેડૂતોને નુકશાન
મોરબી પાલિકાના અમુક સદસ્યોએ કોઈના ઇસારે સુભાષચંદ્ર બોઝની પ્રતિમા મૂકવાનું કામ અટકાવ્યુ !?
SHARE
મોરબી પાલિકાના અમુક સદસ્યોએ કોઈના ઇસારે સુભાષચંદ્ર બોઝની પ્રતિમા મૂકવાનું કામ અટકાવ્યુ !?
મોરબી ખાતે ક્રાંતિકારી સેના દ્વાર માર્ચ ૨૦૨૧માં મળેલા જનરલ બોર્ડમાં મોરબી નગરપાલિકા દેશભક્ત અને યુવા સદસ્ય ભાવિકભાઈ જારીયાની દરખાસ્ત દ્વારા મોરબી ખાતે મહાન ક્રાંતિકારી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા મુકવા માટે સર્વાનુમતે ઠરાવ પાસ કરવામાં આવેલ, ત્યારબાદ અનેક વખત ક્રાંતિકારી સેના દ્વારા મંજૂરી પત્રની રૂબરૂ માંગ મોરબી નગરપાલિકા પાસે કરી હતી પણ અંતમાં જાણવા મળેલ કે ત્યાં ના દુકાનદારો દ્વારા ક્રાંતિકારી સેનાએ જે સનાળા રોડ પર આવેલ સરદારબાગ સામેના પાર્કિંગમાં માત્ર ૬×૬ ફૂટની જગ્યા માંગેલ છે તે ન ફાળવવા માટે અરજી દ્વારા રજુઆત કરેલ છે..! (એટલે કે મોરબીવાસીઓને પણ શું સ્વાતંત્ર્ય સૈનાની પ્રતિમા મુકવામાં વાંધો છે..?!) જેથી ત્યાં મંજૂરી નહીં મળે.
ક્રાંતિકારી સેનાએ મોરબી નગરપાલિકા પાસે આરટીઆઈ દ્વારા વિરોધ કરનારાઓએ આપેલ પત્રની માંગણી કરેલ હતી પરંતુ પાલિકા દ્વારા પત્રની નકલ આપવામાં આવેલ નહીં વિરોધીઓના નામ જાણવા ક્રાંતિકારી સેના દ્વારા પાલિકામાં રહેલ અમુક દેશભક્ત મિત્રોને વાત કરતા તે પત્રની કોપી ક્રાંતિકારી સેના પાસે આવી ગયેલ હતી ત્યાર બાદ ક્રાંતિકારી સેના દ્વારા તમામ વિરોધકર્તાઓની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી જેમાં ચોંકાવનારો ખુલાસો થયેલ કે, રાજકીય વગ ધરાવતા એકેલ દોકલ વ્યક્તિઓ જે લોકોને લખતાં જ નથી આવડતું તેઓની સહીઓ, જેમની દુકાનો બે વર્ષથી બંધ છે તેમની પણ સહીઓ ! અને ત્યાં સુધી એક સ્કૂલના પ્રિન્સિપાલના સિક્કાનો દૂર ઉપયોગ કરીને તેની પણ બોગસ સહી કરવામાં આવેલ છે..!! આમ લોકોને ગેરમાર્ગે દોરીને ખોટી માહિતી આપી તેઓની પાસે અરજી કરીને તેઓનો સહયોગ લેવામાં આવેલ છે. તેવું સામે આવ્યું છે ત્યારે દેશ માટે પોતાનુ બલિદાન આપી દેનારા ને યાદ કરવા માટે માત્ર ૬ X ૬ ફૂટની જગ્યા કેમ ન આપી શકાય તે સવાલ છે
જ્યારે બાળકો ડીઝીટલ યુગ પાછળ ઘેલા થયા છે ત્યારે દેશના બલિદાનો તેમની નજર સમક્ષ રાખવા અને દેશની આ વિભૂતિઓને હંમેશા લોકો યાદ કરે અને તેમનામાં વિચાર જીવનમાં ઉતારે ખૂબ જરૂરી છે. જેથી ક્રાંતિકારી સેના દ્વારા મહાન ક્રાંતિકારી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા મુકવાનું કાર્ય શરૂ કરતાં ભાજપની સંપૂર્ણ સતાવાળી મોરબી નગરપાલિકા દ્વારા કામ અટકાવવા જણાવેલ છે અને એક તરફ મોરબી જીલ્લામાં ભાજપના જ મંત્રીઓ દ્વારા અન્ય પ્રતિમાના અનાવરણ કરી સામાજિક જવાબદારી દેખાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે એકલ દોકલ વ્યક્તિઓના સ્વાર્થ ખાતર મોરબીમાં ક્રાંતિકારી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા મુકવાના કાર્યમાં ભાજપના પાલિકા સદસ્યો જ વચ્ચે આવીને પ્રતિમાના કામોને બંધ કરાવે છે ત્યારે પાલિકાના સભ્યને કોનું હિત સાચવવામાં આરએસ છે તે તપાસનો વિષય છે જેથી ક્રાંતિકારી સેનાએ દ્વારા કલેક્ટરને આ મુદે આવેદનપત્ર પાઠવ્યું છે