વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના જીવાપર પાસે પાઇપ લાઇન પથવાના કામમાં કોન્ટ્રાકટરની ઘોર બેદરકારી: ખેડૂતોને નુકશાન


SHARE







મોરબીના જીવાપર પાસે પાઇપ લાઇન પથવાના કામમાં કોન્ટ્રાકટરની ઘોર બેદરકારી: ખેડૂતોને નુકશાન

મોરબીના જીવાપર ગામ પાસે એલ & ટી કંપની દ્વારા પાઇપ લાઇન પથવાનું કામ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહ્યું છે જે પાઈપ લાઈનનું કામ અધુરું હોવાથી ખેડૂતોને મુશ્કેલીનો  સામનો કરવો પડે છે અને ખેડૂતોને નુકશાન પણ જાય છે જેથી બેદરકાર કોન્ટ્રાકટર સામે યોગ્ય કાર્યવાહી કરવા માટે અને ખેડૂતોને થયેલ નુકશાનીનું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબી નજીકના જીવાપર ઘોડાધ્રોઈ નદીથી પાવડિયારી સુધીની આશરે ૩ કીમી નર્મદા નહેરની ધાંગધ્રા શાખાની બાજૂમાં એલ & ટી કંપની મારફતે લોખંડની પાઈપ નાંખવાની કામગીરી છેલ્લા બે વર્ષથી કરવામાં આવી રહી છે જેમાં પાંચ વખત પેટા કોન્ટ્રાકટરો બદલાય ગયા છે અને કટકે કટકે નવેસરથી કામ શરૂ કરવામાં આવે છે ત્યારે કુલ પાંચ વખત ખેડૂતોની પીવીસી પાઈપ કોન્ટ્રાકટરમાં માણસો દ્વારા તોડીને ખોદાણકામ અને પુરાણકામ કરેલ છે અને વારંવાર ખેડૂતોને પિયત ચાલું હોવા છતાં જાતે પાઈપ છોડાવી અને ફરી ફિટ કરવી પડે છે અને ખેડૂતો હાજર ન હોય ત્યારે આડેધડ કામ કરીને પાઈપ લાઈન તોડી નાખવામાં આવે છે અને ખેતરોમાં રહેલ પાકને નુકશાન કરે છે

હાલમાં જે લોખંડની મોટી પાઈપ લાઇન નાખે છે તેને જમીનમાં પાંચ ફૂટ નીચે દાટવાની છે તે હવા ભરાવાથી જમીનથી બહાર ૩ ફુટે ઉપર આવી ગયેલ છે . જેથી ખેડૂતોની પીવીસી પાઈપ તોડી નાંખેલ છે અને લોખંડની પાઈપ હવે નીચે જતી નથી અને ફકત કોટીંગવાળા મોડા આવવાના કારણે પાઇપ લાઇન દાટેલ ન હોવાથી ખેડૂતોને નુકશાન થાય છે આટલું જ નહીં ચોમાસાના પાણીનો નિકાલ બંધ થઈ ગયેલ છે આ માટે અગાઉ રજૂઆતો કરવામાં આવી છે તો પણ તેનું નહિવત અને આંશિક પરિણામ આવ્યું હતું આજ સુધી ખેડુતોએ પુરતો સહકાર આપ્યો છે હવે ખેડૂતોની સહન શક્તિની હદ આવી ગઈ છે અને આ સામુહિક સમસ્યા હોવાથી ગંભિર સ્વરૂપ ધારણ કરી શકે છે અને કોન્ટ્રાક્ટર કામ અધુરું મૂકી જતા રહ્યા છે ત્યારે સમય મર્યાદાને ધ્યાને લઈ વર્ક ઑર્ડર મુજબ કામ પૂરું કરાવવા અને બગડેલા રોડ રસ્તા, વોકળા મુળ સ્થિતિમાં કરી આપવા રજૂઆત કરવામાં આવી છે 




Latest News