મોરબીના કલેક્ટરે રાજપર(કું) ગામે ભૂમિ સીમાંકન તથા કુંતાસી ગામે સ્વામિત્વ યોજનાની કામગીરીની સમીક્ષા કરી મોરબીના આંદરણા ગામે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ મોરબીના રંગપર ગામે ૪૭૨ બોટલ સાથે એક ઝડપાયો, માલ આપનારની શોધખોળ ચાલુ માળીયા (મી)માં મહાદેવ મંદિરે આશીર્વાદ કા દિયા કાર્યક્રમ યોજાયો, ૩૦૦૦ દીવડાઓથી બગીચો ઝળહળી ઊઠ્યો મોરબીની ભારતી વિધાલય માં વિધાર્થી મંત્રી મંડળની ચૂંટણી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીના ગોર ખીજડીયા ગામે નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે આરતીનો કાર્યક્રમ યોજાયો મોરબીના રવાપરથી જડેશ્વર રોડમાં ઘુનડા ગામે બાયપાસ રોડના ડીમોલીશનમાં ભેદભાવ અંગે રજૂઆત હળવદના માનગઢ ગામે જમીનમાંથી ગરમ વરાળ જેવા ધુમાડા નીકળતા લોકોમાં ભારે કુતૂહલ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સ્વાતંત્ર્ય પર્વે વિશિષ્ટ કામગીર કરનાર નાગરિકો, ટ્રસ્ટ અને સંસ્થાઓનું કરાશે વિશેષ સન્માન


SHARE





મોરબી જીલ્લામાં સ્વાતંત્ર્ય પર્વે વિશિષ્ટ કામગીર કરનાર નાગરિકો, ટ્રસ્ટ અને સંસ્થાઓનું કરાશે વિશેષ સન્માન

મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રતિ વર્ષ રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે જિલ્લામાં પ્રશંસનીય અને શ્રેષ્ઠ કામગીરી કરનાર સ્થાનિક નાગરિકો, સંસ્થાઓ કે ટ્રસ્ટને સન્માનિત કરવામાં આવે છે. આ પરંપરા મુજબ આગામી ૧૫મી ઓગસ્ટ - સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીમાં પણ જિલ્લાના વિશિષ્ટ યોગદાન આપનાર મહાનુભાવોનું સન્માન કરવામાં આવશે.

આ સન્માન માટે લાયક નાગરિકો, ટ્રસ્ટ કે સંસ્થાઓનું નોમિનેશન પારદર્શક રીતે ઓનલાઇન માધ્યમથી સ્વીકારવામાં આવશે. મોરબી જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર નાગરિકો કે સંસ્થાઓએ ૧૦ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ બપોરે ૨:૦૦ કલાક સુધીમાં ગુગલ ફોર્મ લિંક: https://forms.gle/wGyYZoV9LWm41RVW7 ના માધ્યમથી પોતાની સંપૂર્ણ વિગતો ભરીને સબમિટ કરવાની રહેશે. નિયત સમયમર્યાદામાં પોતાનું રજિસ્ટ્રેશન પૂર્ણ કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે, તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.




Latest News